Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરાયું:
સમગ્ર ભારતમાં સર્વ બેહલક્ષણા ગાય (બધી સ્વદેશી ગાયો) ને યોગ્ય સેવા, સંપૂર્ણ રક્ષણ અને રાષ્ટ્રીય સન્માન પૂરૂ પાડવા માટે કેન્દ્રિય કાયદો બનાવવા અને ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ સાથે વડાપ્રધાનને ઉદ્દેશીને લખાયેલું આવેદન પત્ર જામનગર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું. ગાય સન્માન આહ્વાન અભિયાનના નેજા હેઠળ પાઠવેલ આવેદનમાં રજૂઆત કરતા જણાવાયું છે કે, આ૫ે બાર વર્ષમાં એવા કામો કર્યા છે કે, જે અગાઉ ૬પ વર્ષમાં થયા નથી. જે તમારી દેશભક્તિ, ઈચ્છા શક્તિ, કાર્યક્ષમતાના કારણે બન્યું છે. શ્રી રામ મંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાં ૩૦૦ ની કલમ દૂર કરવી વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય મૂળ ગાય આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. જ્યાં સુધી ગાય અસુરક્ષિત છે ત્યાં સુધી આપણી સાંસ્કૃતિક અખંડિતતા અધુરી છે. હવે ગાયને રાષ્ટ્રીય સન્માન આપીને ભારતના સાંસ્કૃતિક પૂનરત્થાનના બલિદાનને પૂર્ણ કરવાની જરૂર છે. દેશના તમામ સનાતની ગાય ભક્તો, જાગૃત નાગરિકો, સંતો વતી આ રજૂઆત કરવામાં આવી છે, કારણ કે ગાયની વર્તમાન સ્થિતિ અત્યંત પીડાદાયક છે. શેરીમાં તેની તસ્કરી, કતલ અને દુરદશા જોઈને દરેક સનાતની ભારતીયનું હૃદય તૂટી જાય છે. આજે આખું રાષ્ટ્ર ગાયોનું સન્માન, રક્ષણ અને સેવા માટે આપની રાહ જોઈ રહ્યું છે. પશુઓ ફક્ત શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રનો આધાર પણ છે. આત્મનિર્ભર ભારતનું સ્વપન ત્યારે જ સાકાર થશે જ્યારે આપણા ખેડૂતો રાસાયણિક ખાતરના ઝેરી ચક્રમાંથી મુક્ત થઈને ગાય આધારિત કુદરતી ખેતી અપનાવશે. દરેક ભારતીય સાત્ત્વિક આહાર અપનાવીને સ્વસ્થ રહી શકે છે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિજય બાબરિયા, હિન્દુ પગરણ મંચના ભરત ફલિયા, લઘુ ઉદ્યોગ ભારતીના જયેશભાઈ સંઘાણી, મા દર્શન ગૌશાળાવાળા ચંદુભાઈ, વનબંધુ પરિષદના દિપકભાઈ મહેશ્વરી, ફેક્ટરી એસોસિએશનના રામજીભાઈ ગઢિયા, અને સાધ્વી શ્રી બકુલા ગોપાલ સરસ્વતી માતાજી અને ગૌ પ્રેમીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં. સર્વ પ્રથમ જોગર્સ પાર્ક નજીક સવારે ૧૦-૩૦ કલાકે તમામ એકત્ર થયા હતાં અને ત્યાંથી બળદગાડા અને પગપાળા મારફત કલેક્ટર ઓફિસ પહોંચી ત્યાં આવેદન પાઠવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial