Advertisement
Author: નોબત સમાચાર

ઘરમાં આવનાર વહુ એના સંસ્કારોથી પુત્રવધૂ ભાભી તરીકે પ્રેમ મેળવી લે ત્યાં સ્વર્ગ હોય

                                                                                                                                                                                                      

રક્ષા અચાનક આવી અને રોતા રોતા  પૂછવા લાગી કે *મારી વહાલી ભાભીને શું થયું? કેમ હોસ્પિટલમાં દાખલ કરી, કેટલાક દિવસથી હોસ્પિટલમાં છે અને તમને કોઈને એમ ન લાગ્યું કે મને ખબર આપવા જોઈએ? * એ જ સમયે માં પ્રભા  તાડુકી કે ઓહોહો અચાનક મારી વહાલી ભાભી.... , ગાયત્રી પરણીને આવી ત્યારે તો તારી દુશ્મન લાગતી હતી અને હવે વહાલી ભાભી... * રક્ષાનો ભાઈ રક્ષેશ  ઘરમાં દાખલ થયો અને   બોલ્યો કે માં તમે વધારે બોલો નહિ.... અને બહેન તારી ભાભીને ન્યુમોનિયાની અસર થઇ ગઈ હતી... શ્વાસ માં તકલીફ થઇ એટલે દાખલ કર્યા..હવે  સારૃં છે હમણાં જ રજા આપી અને આવે જ છે ઘેર તું જા ઝડપથી અમારો રૂમ તૈયાર કર અને તું ત્યાં જ રહેજે , એ આવશે  અને રૂમમાં તને જોશે અને મૂડમાં આવી જશે... રક્ષા એની બેગ લઈને ભાઈના રૂમમાં ગઈ અને બધું ગોઠવવા લાગી... એ પછી રક્ષેશ એ માં ની કહ્યું કે માં તમે છે ને સમજ્યા વગર તાડુકો નહિ... તમે અમારા લગ્ન પછી લગભગ મોટા ભાઈને ત્યાં રહયા છો એટલે  અહીં ની કાંઈ ખબર છે નહિ... તમને પુરી ખબર પડશે પછી તમને પણ ખુશી થશે... અને વિશેષ તો મોટાભાઈને કારણ એ જ કહેતા હતા કે છુટકી મારા ઘરમાં જોઈએ જ નહિ.. એ વંઠેલ છે... મારી પત્ની સાથે તો જરાય નથી ફાવતું... અહીં રખડયા જ કરે છે... નાના તું એને લઇ જા તારી પાસે અહીં ના જોઈએ ,એટલે આપણી સાથે હતી હું સાચવતો... તારે તો રોજ ઝઘડા થતા.. એની સાથે... મારી સગાઇ થઇ પછી એ કાંઈ આવનારી ભાભી માટે  કાંઈ કહેતી  તો માં  તમે ગુસ્સે થઇ જતા...અને કહેતા કે આને કોઈ છોકરો નહિ મળે.. એવો સ્વભાવ છે ને કે કોઈ પરિવારમાં રહી નહિ શકે... અમારા લગ્ન પછી મોટાભાઈએ કહ્યું કે માં તમે અહીં આવતા રહો બધાનો ખર્ચ નાના પર શુ કામ? એટલે  તમે તો મોટાભાઈ પાસે રહેવા પુના જતા રહ્યા... ત્યાં તમે ત્રણ અને અહીં અમે ત્રણ... તમે ગયા ત્યારે તમે ગાયત્રીને કહેલું કે આ ચિબાવલી કાંઈ બોલે તો ખરાબ નહિ લગાડતી...એ ભણવામાં બહુ જ હોંશિયાર છે  પણ  એ રખડેલ છે.. સુધરશે નહિ... ગાયત્રીએ કહેલું કે માં તમે ચિંતા ના કરો... અમે રહીશું મોજથી... હવે એ પછી કંઈક તો થયું હશે ને કે આ છુટકી  સાસરેથી દોડતી રોતી આવીને ભાભી માટે પૂછે...માં કહી ના બોલ્યયા... એ જ દરમિયાન ગાયત્રી પાડોશી સાથે એમ્બ્યુલન્સમાં આવી અને  ઘરમાં દાખલ થઇ... પાડોશી માયા બહેને પૂછ્યું કે પ્રભાબેન  રૂમ તૈયાર થઈ ગયો? રક્ષેશ કહે હા ગાયત્રીને લઈને જાવ ત્યાં ગાયત્રી માટે સરપ્રાઈઝ છે... ગાયત્રી વિચારે શું હશે? મારા મમ્મી પપ્પા ભાઈ ભાભી તો હોસ્પિટલ માં જ હતા અહીં શું હશે? એ રૂમમાં ગઈ અને રક્ષા ભાભીમાં  એમ કહી વળગી પડી અને રોવા લાગી... રક્ષા રક્ષેશ ના માં પ્રભા બહેન   વિચારે આ શું? ભાભીમાં !!!! .પછી માયા બહેને કહ્યું કે રક્ષા, તું તારા  ભાભી ને સુવા દે પછી તું પાસે બેસ.. એમ કહી ગાયત્રીને પલંગમાં સુવડાવી અને રક્ષાને બાજુ માં ખુરશી આપી પછી માયા બહેન ગયા... પછી નણંદ ભાભી એક બીજા સામે જોઈ રહ્યા... રક્ષેશ એ આવીને  કહ્યું કે છુટકી ડોક્ટરે એને બહુ બોલવાની ના પાડી છે... બહુ બોલાવડાવતી નહિ.... અને ગાયત્રી તું ખાલી એનો બકવાસ સાંભળ્યા કરજે બોલતી નહિ...એમ ચીડવી રક્ષા તકિયો લઇ ઉભી થઇ એ સાથે ભાગ્યો.... પછી એ ભાભી પાસે બેઠી....

આ માં એ જે બળાપો રક્ષા માટે કાઢ્યો એ જરાય ખોટો નહોતો , અને રક્ષેશ એ જે કહ્યું એ પણ ખોટું નહોતું.. રક્ષા શું હતી?માં એ જે કહ્યું એ,... રક્ષા ને નાનપણથી ભણવાનો બહુ જ શોખ... એ ભણવામાં એક નંબર..., પિતા જનકરાય ની લાડલી , જનકરાય ને પહેલેથી દીકરી જોતી હતી.. લગ્ન પછી પ્રભા ને સારા દિવસો રહ્યા ત્યારે જનકરાયે કહેલું કે ભગવાન પહેલા ખોળે દીકરી  આપે તો સારૃં.. પણ દીકરો જન્મ્યો... દક્ષેશ નામ રાખ્યું , એ પછી એમ હતું કે હવે દીકરી આપો એક દીકરો તો આવી ગયો.અને બીજો પણ દીકરો... રક્ષેશ ... વિચાર કરો... લોકો સતત દીકરા માટે ઝંખતા હોય અને દીકરી જન્મે એમાં દુઃખી   થઇ જાય અહીં તો  દીકરી જોઈએ છે... પણ ભગવાને સાંભળ્યું ... ત્રીજી દીકરી જન્મી... તુલા રાશિ જ એટલે નામ રાખ્યું રક્ષા... જનકરાય ને તો દીકરી જ જોતી હતી... એટલે વિચાર કરો કેવી લાડકી હોય...? બસ પપ્પા  ખૂબ લાડ કરે... બધું માગે તે હાજર... કોઈ વાતની ના નહિ... મોટો દક્ષેશ શાંત, સીધી લીટીનો... એ એના કામમાં મસ્ત હોય... એ  કહેતો કે પપ્પા તમે આને બહુ લાડ લડાવો છો.. ફટવી મારશો... પછી તમે જ પસ્તાશો.. જનકરાય કહેતા કે તું જ્યારે દીકરીનો બાપ થઈશ ને ત્યારે સમજાશે.. એ કહેતો કે ત્યારે પણ હું દીકરીને લાડ કરીશ જ પણ આટલા નહિ , કારણ કે અહીં તમે બધું આપો પછી સાસરે જાશે ત્યારે? એ પછી કાઠું પડશે... સમજો... જનકરાય સમજી તો ગયા જ પણ પછી એમ વિચારે કે દીકરી અહીં છે ત્યાં સુધી એ ને અપાય એટલી ખુશી આપી દ્યો પછી કોને ખબર... . એ જે થયું તે પણ છુટકી એટલે કે રક્ષા બહુ જ જીદ્દી , સ્વચ્છંદી થઇ ગઈ.... એને અને મોટાભાઈ દક્ષેશ ને ક્યારેય ન ફાવે... દક્ષેશ મોટાભાઈ તરીકે રક્ષાને બહુ જ ટોકે.. રક્ષેશ છુટકી ને સાચવે પણ ખરો અને સાચા ખોટા નું ભાન પણ કરાવે....રક્ષા અવ્વલ નંબરે જ પાસ હોય....એને એમ બી એ કરવું હતું... પહેલા ગ્રેજ્યુએશન માટે બી.કોમ કરવા કોલેજમાં દાખલ થઈ.... હતી તો રૂપાળી મજાની... છોકરા સાથે મસ્તી કરતી... અમુક છોકરાઓ ને તો આ મજા જોતી જ હોય... રક્ષા તો નિર્દોષ ભાવે કરતી હોય પણ છોકરાને સિગ્નલ જુદા મળે.... એમાં એક છોકરાથી એ પટી ગઈ  નજીક આવવા લાગ્યા... હજી તો કોલેજ નું બીજું વર્ષ હતું.... એ દરમિયાન એના મોટા ભાઈ એટલે બીજો નંબર રક્ષેશ ની સગાઇ નક્કી થઇ... મોટા ભાઈ દક્ષેશના લગ્ન તો પહેલા થઇ ગયેલા અને એ નીલા ભાભી સાથે  રક્ષા ને જરાય ન ફાવે... એ દક્ષેશ એ શીખવ્યું હોય એમ સતત રક્ષાને ટોક્યા કરે.... એ પછી દક્ષેશ ને પૂના જોબ મળી એટલે એ ત્યાં શિફ્ટ થઇ ગયો... અહીં રહ્યા માં રક્ષેશ અને રક્ષા.. પિતાજી તો દક્ષેશ ના લગ્ન પછી ગુજરી ગયેલા.. દક્ષેશ ના  પૂના ગયા પછી... માં ને રક્ષાની ચિંતા વધુ રહેવા લાગી ,એમને એમ થતું કે હવે રક્ષાને કહેવા ટોકવા વાળું કોઈ રહ્યું નહીં.. રક્ષેશ ની સગાઇ પછી માં રક્ષાને કહેતા કે હવે આ રક્ષેશ નું બહુ જ સારા ઘરમાં, સારી કન્યા સાથે નક્કી થયું છે... મોટી સાથે  તો તે બગાડ્યું છે... એ મોટી ભાભી તારી સાથે વાત પણ નથી કરતી અને એ તારા માટે છોકરો ગોતવા ક્યાંય  વાત પણ ન કરે.... હવે આ નાની વહુ સાથે તું સારૃં રાખજે... રક્ષા કહેતી કે મોટા ભાભી એની જાતે  એમના લક્ષણો એકલા પડી ગયા છે... મારી સાથે સારી રીતે વાત કરી હોત તો માન આપતા પણ પહેલે થી જ ટોકટાક કરતા હતા.. શરૂઆતમાં હું શાંતિથી હા ભાભી, જીભાભી ધ્યાન રાખીશ વગેરે કરતી પણ એ તો વધુ ટોકવા માંડ્યા પછી મેં સામે જવાબ આપવા માંડ્યા . આ નાના ભાભી આવશે એમને હું તો માન આપીશ, મદદ કરીશ કામમાં અને સાચવીશ પણ ખરૃં... રક્ષેશના લગ્ન પછી ગાયત્રી ભાભી અને રક્ષાને બહુ જ સારૃં બનવા લાગ્યું... થોડા સમય પછી માં તો મોટાભાઈના કહેવાથી પૂના જતા રહ્યા... ગાયત્રી ને રક્ષેશ એ લગ્ન પહેલા જ રક્ષેશ એ પોતાની બહેન રક્ષા  વિષે સમજાવી દીધેલું , આમ પણ રક્ષેશ રક્ષાને સારૃં બને... રક્ષેશ ને એના માટે વિશેષ લાગણી... એ રક્ષાને જોઈતું બધું જ લાવી આપે... રક્ષા ને  પિતા ની ખોટ ન લાગવા દે... , ગાયત્રી રક્ષેશના ઓફિસ ગયા પછી  રોજ બપોરે રક્ષા સાથે જ પોતાના રૂમમાં હોય... રક્ષા પોતાની બધી વાત ભાભીને કરે.. એણે કહ્યું કે *હું મારા પપ્પા ની એકદમ વહાલી... પપ્પા એ ક્યારેય મને રોવા નથી દીધી મારા બધા શોખ પુરા કર્યા છે... મોટા ભાઈ કહે કે ફટવી મારી છે... બહુ લાડ કરો છો સાસરે દુઃખી થશે... , ભાભી તમે પણ તમારા પપ્પાની લાડકી દીકરીને? * ગાયત્રી કહે કે હા હું બિલકુલ લાડકી... તમારે તો બે ભાઈઓ છે મારે તો એક જ ભાઈ મારાથી મોટો.... એ પણ લાડ કરે... પપ્પા તો ખરા જ... મને એક દીકરીના બે સ્વરૂપ વિષે મારા ભાભી એ સમજાવ્યું... એ કહેતા કે દીકરી હોવું અને પિયરમાં લાડ કરવા અલગ છે અને કોઈ ઘરમાં પુત્રવધુ બની સાસરામાં પ્રિય  બનવું અલગ વાત છે... એ કઈ રીતે થાય એ મને મારા ભાભી એ સમજાવ્યું... હું ઘણું શીખી.... રક્ષાબહેન... તમે કહ્યું એમ તમે અને રમેશ સારા મિત્ર છો... એ તમારા વગર રહી નથી શકતો... એ લગ્ન કરશે ? અને લગ્ન કરશે તો  પછી પણ  આમ જ કરશે? મારે ચકાસવું પડે .. મને યોગ્ય લાગશે તો મમ્મીને હું વાત કરીશ...

એકવાર ગાયત્રી સ્કર્ટ વગેરે પહેરી કોલેજ ગર્લ બની રક્ષાની કોલેજમાં ગઈ... રક્ષાને ખબર હતી... ભાભી આવવાના છે... એ જોયા કરતા હતા.... ગાયત્રી રક્ષા ના બોયફ્રેન્ડ  રમેશને મળી... રમેશ ચાલુ તો ખરો જ .. એને થયું નવું પંખી આવ્યું... એ આત્મીયતા કેળવવા પ્રયત્ન કર્યો... એ દિવસે... ગાયત્રી નીકળી ગઈ... ઘેર જય એણે રક્ષાને રમેશની વાત કરી... આમ એક અઠવાડિયું... ગાયત્રી રોજ રમેશને મળે... નાટક કરે... એક દિવસ ગાયત્રી કોલેજ કમ્પાઉન્ડમાં ઝાડ પાસે રમેશ સાથે બેઠી હતી... ઝાડની પાછળ રક્ષા હતી... ગાયત્રી એ કહેલું કે આજે રમેશનો ફાઇનલ ટેસ્ટ... રમેશે આજે ગાયત્રી ને કહ્યું કે આપણે એકાંત માં ક્યાંક જઈએ... રક્ષા કહે કે એમ  એકાંતમાં થોડું જવાય? મેં સાંભળ્યું છે કે  તમારે તો એકાંત માટે એક ફ્રેન્ડ છે જેની સાથે તમે લગ્ન કરવાના છો... શું નામ છે? હા... રક્ષા... * એટલે રમેશ કહે કે હા એની સાથે એકાંત માણ્યું છે... પણ લગ્ન થોડો કરવાનો છું? એ રક્ષા નહી મારા માટે રીક્ષા છે... રિક્ષામાં પેસેન્જર બદલાતા રહે ને? * આ વાત ઝાડ  પાછળ ઉભેલી રક્ષા એ પણ સાંભળ્યા... એ નીકળી ગઈ ત્યાંથી . ગાયત્રીએ એકાંત વાળી વાત પર બ્રેક લગાવી.... હમણાં નહિ પછી... એમ કહી એ નીકળી ગઈ... ઘરે જઈ રક્ષા ભાભીના ખભે માથું રાખી ખુબ રોઈ... ગાયત્રી એ કહ્યું કે જોયું ને બેન ,મેં કહેલું ને કે મને લાગશે કે બરાબર છે તો હું મમ્મીને વાત કરીશ... આમાં શું કરાય? રક્ષા કહે કે હવેથી હું તમને માત્ર ભાભી નહિ ભાભીમાં કહીશ... તમે મને સમજ્યા અને મને સમજાવી... મને દુઃખ થાય છે કે મેં આ રમેશને કેટલી છૂટ આપી... લૂંટાઈ ગઈ... ગાયત્રી કહે કે આપણે કોઈ હોબાળો નહિ કરવાનો... એક ખરાબ સ્વપ્ન સમજી ભૂલી જવાનું... આપણે રસ્તો બદલી નાખવાનો... રમેશ સાથે અંતર કરી નાખવાનું... અને એ જ થયું... રક્ષા એ ભાભીની સલાહ મુજબ કર્યું... અને ભાભી ની એ પછી દરેક વાત એ માને... અને ભાભીની જ વાત માને...રક્ષા એમબીએ થઇ ગઈ પછી  ગાયત્રી ભ ાભી એ જ એના પિયર પક્ષ માં એક છોકરા સાથે નક્કી કરાવ્યું અને મોટાભાઈ દક્ષેશ ,ભાભી અને માં ની મજૂરી પછી લગ્ન કરાવ્યા... એટલું સરસ એ યુગલ રહ્યું કે રક્ષા પિયર જવાનું  નામ નહોતી લેતી... આજે જ્યારે ખબર પડી કે ભાભીમાં માં હોસ્પિટલાઇઝ છે એટલે દોડીને આવી...

આ નણંદ ભાભીનો પ્રેમ હતો... ભાભી નણંદને અરસપરસ સમજૂતી હોય તો થાય... બન્નેએ નજીક આવવું પડે...એ ગાયત્રી રક્ષામાં થયું... કેમ મોટા ભાભી સાથે ના થયું... આ વાત પછી રક્ષાની માં અને ભાઈ ભાભીને પડી... હા રમેશ વળી વાત તો કોઈ ન જાણે ,એ ગાયત્રીની આવડત...

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh