Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતની તરફેણમાં આવેલો ચૂકાદોઃ
જામનગર તા. ૧૨: અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં જેટકો કંપનીની હાઈટેન્શનની વીજલાઈન અંગે અમદાવાદ કલેક્ટરે કરેલો હુકમ ગુજરાત હાઈકોર્ટે રદ્દ કર્યાે છે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કમીયાળા ગામે રણુભા રામસંગ રાવલ, રામદેવસિંહ લખુભાઈ વનારા, ગોવિંદસંગ હરીસંગ વનારા, હિતેન્દ્રસિંહ નારસંગ રાઓલ, ઘનશ્યામસિંહ પ્રતાપસંગ રાઓલ વગેરેનાઓની કમીયાળા ગામમાં આવેલી ખેતીની જમીનમાં જેટકો વીજ કંપનીની હાઈટેન્શન વીજલાઈન પસાર થતી હોય જે અંગે જેટકો કંપની દ્વારા અમદાવાદ કલેકટર સમક્ષ મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા ખેડૂતોને નોટીસ આપવામાં આવી હતી.
આ પછી ખેડૂતો દ્વારા વકીલ રોકવા માટે માગણી કરાઈ હતી. પરંતુ કલેકટર દ્વારા તા.૨-પ-૨૬ના રોજ ખેડૂતોને સાંભળ્યા વગર જેટકો કંપનીની તરફેણમાં હુકમ કરાયો હતો અને મંજૂરી આપવામાં આવી હતી. જેની સામે ખેડૂતો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કલેકટરના હુકમને ચેલેન્જ કરાયો હતો આથી હાઈકોર્ટે પક્ષકારોને નોટીસ કરી હતી અને પક્ષકારોના વકીલની વિસ્તૃત દલીલો ધ્યાને લઈ અમદાવાદ કલેકટરનો હુકમ રદ્દ કરી નવેસરથી કેસ રિમાન્ડ કરતા ખેડૂતોની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
આ કેસમાં રામદેવસિંહ વનાર વગેરેના વકીલ તરીકે નાથાભાઈ પી. ઘાડીયા, દર્શન કે. કોઠારી, ગજેન્દ્રસિંહ જે. ઝાલા, પરેશ એસ. સભાયા, હીરેન જે. સોનગરા, નિમેશ જે. ઉમરેટીયા તથા રાકેશ જે. સભાયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial