Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાનને ધમકાવીને ટ્રમ્પે ફરી ગુલાંટ મારતા
નવી દિલ્હી/મુંબઈ તા. ૧રઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે ઈરાન પર આખરી હુમલો કરવાનું એલ્ટીમેટમ આપીને આજે ફેરવી તોળ્યું, તે પછી શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં તેજી જોવા મળી છે, તો રૂપિયો પણ મજબૂત બન્યો છે, અને ક્રૂડમાં કડાકો બોલ્યો છે.
ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતા ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ જે ગઈકાલે ૭૩,૮૩ર.પપ પોઈન્ટ પર ક્લોઝ થયો હતો તે આજે એકઝાટકે ૧૦૦૦ થી વધુ પોઈન્ટની તેજી પર ખુલ્યો હતો. તે પછી ૭૪,૮૩૪ ની સપાટી બનાવી હતી જે કુલ ૧૦૦૦ થી વધુ પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
બીજી તરફ નિફ્ટી ગઈકાલે ર૩,૧૬૧.૦ પોઈન્ટ પર ક્લોઝ થઈ હતી તે વીકલી ટ્રેડિંગના છેલ્લા દિવસે ર૩,૪પપ.૯પ ની હાઈ સપાટીએ પહોંચી ગઈ હતી. જે નિફ્ટીમાં એક જ દિવસમાં કુલ ર૯૪ પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
આ તરફ સોનું જે ગઈકાલે ૧,૪૮,૯૩ર રૂપિયાએ ક્લોઝ થયું હતું તે આજે સીધુ ૧૬૬૮ રૂપિયાના ઉછાળા સાથે ૧,પ૦,૬૦૦ ની સપાટીએ પહોંચી ગયું હતું, જ્યારે ચાંદી ગઈકાલે પ૦૦૦ કરતા વધારે રૂપિયા તૂટીને ર,૩૯,૬પ૩ રૂપિયાના લેવલે ક્લોઝ થઈ હતી તે આજે ર,૪૪,૮૧૭ ના હાઈ લેવલે પહોંચી હતી, જે દર્શાવે છે કે આજે ચાંદીમાં પ૧૬૪ રૂપિયાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ જે ગઈકાલે ૯પ ડોલરના લેવલે પહોંચી ગયો હતો તે આજે ફરી એકવાર ૯૦ ડોલરથી નીચે આવી જતાં ૮૮.૯૩ ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે, જે ઓઈલ સંકટ સામે ઝઝુમતી દુનિયા માટે મોટી રાહતના સમાચાર છે, જ્યારે ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. ગઈકાલે એક સમયે ૯૬ ની સપાટીની નજીક પહોંચેલો રૂપિયો આજે ફરી એકવાર ૯પ ના લેવલની આજુબાજુ આવી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial