Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉગ્ર બોલાચાલી પછી બન્ને પક્ષોએ ફરિયાદ દાખલઃ
જામનગર તા. ૧૨: જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પહેલી ફરિયાદ મુજબ ગાગવા ગામના પ્રભાતસિંહ લખુભા જાડેજા ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરવા જતાં અજીતસિંહ અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ તેમજ ઢીકા-પાટુ વડે માર મારતા ફરિયાદીને છાતી, પાસળી અને કરોડરજ્જુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે.
બીજી તરફ મુંગણી ગામના ભરતસિંહ દોલુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ટ્રકમાં માટી ભરી પોતા ઘર તરફ જઈ રહૃાા હતા ત્યારે ગાગવા ગામ નજીક પ્રભાતસિંહ લખુભા જાડેજાએ ટ્રક રોકાવી ગાળો આપી હુમલો કર્યો હતો. આરોપીએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બંને પક્ષોની ફરિયાદોના આધારે સિક્કા પોલીસે સામસામે ગુના નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખોદકામ અને માટીના પરિવહનને લઈને થયેલા વિવાદે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને પક્ષોના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial