Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેન્ઝટેશન અને પેમ્ફલેટ વિતરણ થયાઃ
જામનગર તા. ૧૨: જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ તથા એસઓજી દ્વારા એનડીપીએસ, નાર્કોટીકસ અંગે અવેરનેસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે તા.૧૧ના એમ.એસ. સ્કૂલમાં અવેરનેસ અંગેના ૧૦૦ લેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનંુ સફળ આયોજન પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, એસ.વી. ચૌધરી અને આઈ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એમ.એસ. સ્કૂલમાં ૧૦૦ વિદ્યાર્થીઓને વિવિધ સાયબર ક્રાઈમ જેવા કે વોશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઈટ, ઈન્સ્ટંટ લોન ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, મીયોલ એકાઉન્ટ વગેરે સાયબર ફ્રોડ અંગે સાયબર અવેરનેસના ૧૦૦ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એસઓજી દ્વારા ગાંજો, અફીણ, ચરસ વગેરે દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અને તેનાથી વ્યક્તિ અને સમાજને થતાં નુકસાન બાબતે અને નશાકારક દ્રવ્યથી દૂર રહેવા બાબતે ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં આવા એનડીપીએસ ડ્રગ્સના વેચાણ સંબંધી તુરંત જ એસઓજી તેમજ એનડીપીએસ હેલ્પલાઈન નં.૧૯૩૩ પર માહિતી પ્રદાન કરવા અને આ ડ્રગ્સ દૂષણને સંપૂર્ણ નાબૂદ કરવાની ગુજરાત સરકારની મુહિમમાં જોડાવવાની વિનંતી સાથે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો અને સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવી, નિર્ધારીત ગતિ મર્યાદાનું પાલન કરવું, સ્ટ્રીટ અને હેલ્મેટનો ઉપયોગ તેમજ મોબાઈલ પરનો ઉપયોગ ટાળવો. ઉપરાંત માર્ગ અકસ્માતને અટકાવવા માટે ટ્રાફિક નિયમનું ચૂસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા અને મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક નાગરિકે જવાબદાર વાહનચાલક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ. તે બાબતે અવેરનેસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું પ્રેઝન્ટેશન એસઓજીના પો.કો. કુલદીપસિંહ સોઢા, સાયબર ક્રાઈમના હે.કો. કુલદીપસિંહ જાડેજા તથા ટ્રાફિક પોલીસના હે.કો. સત્યજીતસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial