Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વ્યકિતને ઈજાઃ બે સામે ગુન્હો નોંધાયો
જામનગર તા. ૧૨: જામનગર તાલુકાના ઠેબા ગામમાં થયેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિને માથામાં તથા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચતા પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે પેથાભાઇ ભરવાડ તેમજ થોભણભાઈ ભરવાડ સામે ગુન્હો નોંધ્યો છે.
ભરતપુર ગામે રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ફરિયાદી રવજીભાઈ કલાભાઈ સદાદીયા ઉંમર વર્ષ (૮૩)કે જેઓએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી મારકૂટ શરૂ કરી હતી. દરમિયાન ફરિયાદી વચ્ચે પડી છોડાવવા જતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના માથામાં ટાંકા લેવા પડે તેવી ઇજા તેમજ હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું નોંધાયું છે. પોલીસે આરોપીઓ સામે મારામારી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial