Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજનઃ
ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં સ્થાનિક મહિલાઓ દ્વારા પુરૂષોત્તમ માસની પૂજા આરતી, પાઠ, કાંઠા ગોર પૂજા, વ્રત કથાના કાર્યો કરવામાં આવે છે. જેમાં સત્સંગનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ વિસ્તારના મહિલા અગ્રણીઓ બીનાબેન મોદી, શારદાબેન ગોકાણી, હિનાબેન આચાર્ય, દક્ષાબેન ગોકાણીની આગેવાનીમાં ચાલતા આ પુરૂષોત્તમ માસના કથા તથા સત્સંગમાં દરરોજ વિશેષ પૂજા સત્સંગ તથા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
ભગવાન પુરૂષોત્તમ કાંઠા ગોર તથા તુલસીજી અને પીપળાની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. તાજેતરમાં કલ્યાણપુરના ધતુરીયા ગામના જાણીતા શાસ્ત્રી ભરતભાઈ બાંભણીયા દ્વારા પણ અહીં વિશેષ પૂજા કરાવવામાં આવી હતી. તથા પુરૂષોત્તમ અધિક માસનું રહસ્ય તથા સમજૂતી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial