Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તા. ૨૪ જૂનના યોજાશે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ

અરજદારોએ કચેરીને અરજી મોકલવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪ જૂનના સવારે ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જામનગર પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને શહેર પ્રાંત અધિકારીની કચેરીમાં યોજવામાં આવશે. અરજદારો એ આગામી તા. ૧૮ જૂન સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામા પર મોકલી આપવાની રહેશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારીક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય. તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પૂરાવા સાથે રજૂઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા શહેર મામલતદાર, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh