Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૩મી જૂન સુધી ફોર્મ ભરી શકાશે
જામનગર તા. ૧૨: જામનગર આઈટીઆઈમાં નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
રોજગાર અને તાલીમ નિયામક કચેરી ગાંધીનગર, હસ્તકની જામનગર જિલાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક સત્ર માટે વિવિધ વ્યવસાયિક ટ્રેડોમાં નવા એડમિશન મેળવવા માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ એડમિશન અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૩-૬-૬ નિયત કરવામાં આવી છે.
આઈટીઆઈ જામનગર ગુણવત્તાયુક્ત અને રોજગારલક્ષી તાલીમ ક્ષેત્રે અગ્રેસર રહી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું છેે. સંસ્થાના ગૌરવ સમાન ૩ તાલીમાર્થીઓની ભારતીય સેનામાં 'અગ્નિવીર' તરીકે દેશસેવા માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત, સંસ્થાના ડ્રાફટમેન સિવિલ ટ્રેડના ૭ તાલીમાર્થીઓએ પણ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં સરકારી નોકરી મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આમ, આઈટીઆઈના શોર્ટ-ટર્મ અને લોન્ગ-ટર્મ કોર્સીસ યુવાનોને ઉજ્જવળ કારકિર્દી અને સીધી સરકારી નોકરીની ઉત્તમ તકો પૂરી પાડે છે. ચાલુ વર્ષ ૨૦૨૬ની આ પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન લેવા ઈચ્છુક તમામ લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ ૫ર જઈને ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી શકશે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના જે ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય અથવા વિશેષ યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, તેમના માટે જામનગર જિલ્લાની તમામ આઈટીઆઈ સંસ્થાઓ ખાતે વિશેષ 'હેલ્પ સેન્ટર' શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટરો પર આવીને તાલીમાર્થીઓ કોઈપણ પ્રકારના ચાર્જ વગર, સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાનું એડમિશન ફોર્મ ભરાવી શકશે.
આથી, જામનગર જિલ્લાના રોજગાર મેળવવા ઈચ્છુક તેમજ ટેકનિકલ-ઔદ્યોગિક ક્ષેત્રે કૌશલ્ય વર્ધન કરી આગળ વધવા માંગતા તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વહેલી તકે આ પ્રવેશ પ્રક્રિયાનો લાભ લેવા અને તા. ૨૩ જૂન પહેલાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા આચાર્ય દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial