Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુસ્તકાલય, મ્યુઝીયમ, ખેલ સંકુલ તથા 'ઈટ્રા'ના ઉત્થાનમાં વડાપ્રધાનના અભૂતપૂર્વ યોગદાનની સફરની ઝાંખી નિહાળીઃ
જામનગર તા. ૧૨: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદેશ્ય સાથે જામનગર જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ તા. ૦૮ થી તા. ૧૪ જૂન દરમિયાન 'પ્રગતિ પથ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી રિવાબા જાડેજાએ જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા આઈટીઆરએની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ આ સંસ્થાના મહત્ત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે ઈટ્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંસ્થાના ઉત્થાનમાં રહેલા અભૂતપૂર્વ યોગદાનની ગાથા અને સફર રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી. આ સાથે જ તેમણે સમગ્ર પરિસરની મુલાકાત લઈ ઈટ્રા દ્વારા પૂરી પાડવામાં આવતી જનકલ્યાણલક્ષી સેવાઓ તથા અત્યાધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન ઈટ્રાના ડાયરેક્ટર તનુજા નેસરી દ્વારા મંત્રી સંસ્થાની શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમત-ગમત સંકુલની પણ ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રિવાબાએ જણાવ્યું કે, આયુર્વેદ થકી જામનગરને વૈશ્વિક ક્ષેત્રે એક અનોખી ઓળખ મળી છે. આયુર્વેદના પ્રણેતા ઝંડુ ભટ્ટજી પણ જામનગરની ધરતીના સપૂત હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જામનગરને જીસીટીએમ અને ઈટ્રા જેવી વૈશ્વિક કક્ષાની ભેટ આપી છે. આજે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદનું જ્ઞાન મેળવવા અને આપણા ભવ્ય વારસા તથા સંસ્કૃતિને સમજવા આવે છે, જે સમગ્ર જામનગર માટે ગૌરવની બાબત છે.
મંત્રીશ્રીએ આયુર્વેદની અસરકારક સારવાર પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપતા દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં આપણું યોગ અને આયુર્વેદ વિજ્ઞાન ખૂબ જ મહત્ત્વનું અને નિર્ણાયક યોગદાન આપી શકે તેમ છે.
આ યાત્રા અને મુલાકાત પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શાસક પક્ષના નેતા અમર મોદી, નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial