Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમ્યાન
જામનગર તા. ૧૨: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ.) રાજકોટ ઝોન, જુનાગઢ વિંગ, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી ૪.૦૩૩ કિલો ગેરકાયદેસર ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ખાનગી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન આરોપી જુવાનસિંહ દીપસિંહ જાડેજા (ઉંમર ૫૧ વર્ષ), રહે. ગાડુકા, તા.-જિ. જામનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી અંદાજે રૂ. ૨,૦૧,૬૫૦ કિંમતનો ૪.૦૩૩ કિલો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો, પ્લાસ્ટિકનો ડબ્બો તથા પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા ઝભલાં સહિત કુલ રૂ. ૨,૦૭,૪૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. અધિનિયમ-૧૯૮૫ની કલમ ૮(સી) તથા ૨૦(બી)(૨)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશન, જામનગરને સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એ.એન.ટી.એફ. રાજકોટ ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી. બારોટ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial