Advertisement
Author: નોબત સમાચાર

સાયચા ગેંગના વધુ ત્રણ શખ્સોની જેલમાંથી ધરપકડ કરાઈઃ આઠ દિવસના રિમાન્ડ મંજુર

જામનગરના ગુજસીટોક કેસમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: કુખ્યાત સાયચા ગેંગના ૧૧ શખ્સો સામે જામનગરમાં નોંધાયેલા ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (ગુજસીટોક) હેઠળના ગુનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી છે.

ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે હજુ એક આરોપીનો જેલમાંથી કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરના બેડી વિસ્તારમાં સક્રિય સાયચા ગેંગના સભ્યો સામે ખંડણી, અપહરણ, હત્યા, હત્યાના પ્રયાસ, ફાયરિંગ, તોફાન અને બળજબરી સહિતના આશરે ૭૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓના આધારે ગેંગના ૧૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસની તપાસ શહેર ડીવાયએસપી  જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

અગાઉ મહેબુબ સાયચા, અસર સાયચા, હનીફ સાયચા, ઇમ્તિયાઝ સાયચા, રજાક ચાવડા અને એજાજ સાયચા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં પોલીસે બસીર જુસબભાઈ સાયચા, સિકંદર નુરમામદભાઈ સાયચા અને રજાક નુરમામદભાઈ સાયચાનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી હતી.

ત્રણેય આરોપીઓને રાજકોટ સ્થિત ગુજસીટોકની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે અદાલતે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા સાયચા ગેંગની ગેરકાયદેસર મિલકતો, દબાણો તથા અન્ય આર્થિક સ્ત્રોતોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જેલમાં રહેલા ઇમરાન નુરમામદભાઈ સાયચાનો કબજો મેળવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિમાન્ડ દરમિયાન ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ, આર્થિક વ્યવહારો અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ મહત્ત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh