Advertisement
Author: નોબત સમાચાર

તુફાન જીપના છાપરા પર માણસો બેસાડનાર જીપચાલકને ઝડપી લેતી સ્થાનિક પોલીસ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક તુફાન જીપના ચાલકે છાપરા પર માણસો બેસાડી અને સરસામાન ભરીને વાહન ચલાવતા તેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

તુફાન વાહનની ગાડી ઉપરના ભાગે માલસામાન તથા માણસો બેસાડીને ભયજનક રીતે માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે જિલ્લા ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ. જે.બી. જાડેજા અને ટ્રાફિક પોલીસ ટીમે ટેકનીકલ રિસર્ચના માધ્યમથી ગઈ તા.૧૦ના તુફાન જીપ સાથે તેના ચાલકને ખંભાળિયા નજીકથી ઝડપી પાડ્યો હતો અને તેને વાહન કબજે કરી ચાલકને કાયદાનું ભાન કરાવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh