Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાન પર આખરી આક્રમણના ગઈકાલના ટ્રમ્પના અલ્ટિમેટમનું સુરસુરિયુ... ફાંકેબાજીની પરાકાષ્ટા
તહેરાન/ વોશિંગ્ટન તા. ૧૨: ગઈકાલે ટ્રમ્પે એલાન કર્યુ હતુ કે રાત્રે ઈરાનને બરબાદ કરતુ અંતિમ આક્રમણ અમેરિકા કરશે. આજે યૂ-ટર્ન લઈને ટ્રમ્પે 'શાનદાર' ડીલ અંતિમ તબક્કામાં હોવાથી યુદ્ધ અટકાવ્યુ હોવાનો દાવો કર્યો, જેને ઈરાને નકારી દીધો છે અને ટ્રમ્પ પર વારંવાર વલણ બદલવાનો આરોપ મુકીને ભારતીય જહાજો પર અમેરિકાએ કરેલા હુમલાઓની ટીકા કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ કરાર અંગે દાવો કર્યો હતો કે કરારના મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે, અને તેહરાન સાથે શાંતિ કરાર આ અઠવાડિયે થઈ શકે છે. તેમણે કહૃાું કે સ્થળ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કરાર થયા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, પરંતુ ત્યાં સુધી નાકાબંધી યથાવત રહેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથેની ડીલ (કરાર) અંગેના નિવેદનના થોડા જ કલાકોમાં ઈરાને તેને સંપૂર્ણપણે ફગાવી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને આવા અહેવાલો માત્ર અટકળો છે.
આ ઉપરાંત, તેમણે તાજેતરમાં ભારતીય કોમર્શિયલ (વ્યાપારી) જહાજો પર થયેલા અમેરિકી હુમલાની નિદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અમેરિકાને જવાબદાર ઠેરવવા અપીલ કરી હતી. તેમણે અમેરિકા પર વારંવાર પોતાનું વલણ બદલવાનો આરોપ લગાવતા કહૃાું, 'શાંતિ વાર્તા (વાતચીત)ની સ્થિતિ શરૂઆતથી જ અમારી સામે સ્પષ્ટ હતી. સમજૂતીનો મોટો ભાગ પહેલાથી જ તૈયાર થઈ ગયો હતો, પરંતુ અમેરિકા વારંવાર પોતાનું વલણ બદલતું રહૃાું છે. આ જ કારણે રાજદ્વારી પ્રક્રિયામાં સતત અવરોધ આવી રહૃાો છે.'
ઉલ્લેખનિય છે કે, ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહૃાું, અમે ઈરાન સાથે એક 'શાનદાર' કરાર પર પહોંચ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું, કરાર પર હસ્તાક્ષર થયા પછી હોર્મુઝ સ્ટ્રેટ સત્તાવાર રીતે ખુલશે, જે ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે, કદાચ આ અઠવાડિયાના અંત સુધીમાં યુરોપમાં. ટ્રમ્પે કહૃાું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, તેમજ યુએઈ, કતાર, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત અને અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી છે. તેમણે ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગન સાથે વાત કરશે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ નવા કરારને મંજૂરી આપી દીધી છે. જોકે, ઈરાને હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ આ દાવાને જ નકારી દીધો છે.
હજુ ગઈકાલે જ ઈરાન પર મોટા પાયે બોમ્બમારો કરવાની અને તેલ નિકાસના મુખ્ય કેન્દ્ર ખાર્ગ ટાપુ પર કબજો કરવાની ધમકી આપી હતી. પરંતુ આજે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા અને બોમ્બમારા રદ કર્યા છે. તેમણે પોતાના નિર્ણયને ઉલટાવી દેવાને ઈરાની નેતૃત્વ સાથેની ઉચ્ચતમ સ્તરની વાટાઘાટો ગણાવી. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે અંતિમ કરાર ન થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધી યથાવત રહેશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કરાર સાથે, ઈરાનના પરમાણુ શષોનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. તેમણે કહૃાું, સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારી પાસે એક કરાર છે જેના હેઠળ ઈરાન ક્યારેય પરમાણુ શષો વિકસાવી શકશે નહીં, અને આ કરાર પ્રાપ્ત કરવામાં અમારો સંપૂર્ણ હેતુ હતો. તો આ એક મોટી સિદ્ધિ છે.
આ દરમિયાન, ઈરાને ટ્રમ્પના શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવા અંગે એક નિવેદન પણ જારી કર્યું છે. વિદેશ મંત્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈરાને હજુ સુધી કરાર પર કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. ઈરાનની સમાચાર એજન્સી આઈઆરએનએ અનુસાર, તેમણે જણાવ્યું હતું કે ઈરાને હજુ સુધી કરાર પર અંતિમ નિર્ણય લીધો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકવાર સંબંધિત અધિકારીઓ ડ્રાફટ કરાર પર સંમત થઈ જાય, પછી ઈરાની સરકાર ઔપચારિક જાહેરાત કરશે.
આમ, ફરીથી એક વખત ટ્રમ્પે મોટી મોટી ડંફાસો માર્યા પછી યૂ-ટર્ન લેતા તેની ટીકા પણ થઈ રહી છે અને મજાક પણ ઉડી રહી છે. બીજી તરફ ઈરાને ટ્રમ્પના દાવાઓને જ ફગાવી દેતા ટ્રમ્પના અલ્ટીમેટમનું સુરસુરિયુ થવા ઉપરાંત તેના દ્વારા ફેરવી તોળાતા નિવેદનોના કારણે અનિશ્ચિતતાઓ પણ ઉભી થતી હોવાથી આખી દુનિયામાં નારાજગી જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial