Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ હોસ્ટેલમાં આપઘાત

પંખામાં ચુંદડી બાંધી ભર્યું આત્મઘાતી પગલુ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૨: ધ્રોલની ગણેશ સ્કૂલની હોસ્ટેલમાં નર્સિંગની ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ગઈકાલે બપોરે જમીને રૂમમાં ગયા બાદ આત્મઘાતી પગલું ભરતાં ચકચાર જાગી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ વિદ્યા સંકુલની હોસ્ટેલમાં એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવી દેનારો બનાવ સામે આવ્યો છે. અહીં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શૈક્ષણિક આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વેકેશન પૂરું થયા પછી હોસ્ટેલમાં પરત ફરેલી વિદ્યાર્થિનીએ ૨૪ કલાકની અંદર જ આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની વિગત જાણવા મળ્યું હતું.

ઘટનાની વિગત એવી છે કે, મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની વતની પ્રજ્ઞાબેન બાબુભાઈ પરમાર (ઉ.વ. ૧૯) ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલના નર્સિંગ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સંસ્થાની હોસ્ટેલમાં જ રહેતી હતી. નર્સિંગ સ્કૂલમાં વેકેશન પૂરું થઈ ગયું હોવા છતાં મૃતક વિદ્યાર્થિની અભ્યાસ માટે થોડી મોડી એટલે કે ગત તા. ૧૦મીને બુધવારે સાંજે જ હોસ્ટેલમાં હાજર થઈ હતી. દરમિયાન, ગઈકાલે બપોરે હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે જમ્યા પછી આશરે એક વાગ્યાની આસપાસ પ્રજ્ઞા પોતાના હોસ્ટેલના રૂમમાં ગઈ હતી. રૂમમાં ગયા બાદ તેણે કોઈ અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ આઘાતજનક બનાવની જાણ થતાં જ ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હોસ્ટેલમાં આવ્યાને હજુ ૨૪ કલાક પણ પૂરા નહોતા થયા તે પૂર્વે જ વિદ્યાર્થિનીએ જીવનલીલા સંકેલી લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે હોસ્ટેલના સ્ટાફ, સંચાલકો તથા તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ સાથે વધુ તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh