Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની લોહાણા મહાજન વાડીમાં રઘુવંશી સમાજની નાત-પ્રસાદ યોજાશે

પુરૂષોત્તમ માસની અમાવસ્યા નિમિત્તે

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧રઃ સલાયામાં લોહાણા મહાજન વાડીમાં તા. ૧પ-૬-ર૦ર૬, સોમવાર અને અમાસના બપોરે ૧ર-૩૦ કલાકે રઘુવંશી સમાજની નાતનું આયોજન મૂળ સલાયાના અને હાલ જામનગર સ્થિત રઘુવંશી અગ્રણી રમેશભાઈ વલ્લભદાસ લઘાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ નાતમાં સમસ્ત સારસ્વત મહાસ્થાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ અને રઘુવંશી સમાજ મહાપ્રસાદ લેશે. આ નાત ગૌ.વા. વલ્લભદાસ જેરામભાઈ લઘાણી, ગૌ.વા. ગુણવંતીબેન લાલજીભાઈ બદિયાણી, ગૌ.વા. ચંપાબેન પ્રભુદાસ કાછેલાની મધૂર સ્મૃતિમાં યોજવામાં આવેલ છે.

સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે જલારામ મંદિરે સલાયા નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. જ્યાર પછી ૧ર-૩૦ વાગ્યે લોહાણા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh