Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભ્રષ્ટાચારની આશંકાથી કોન્ટ્રાક્ટ તો તાકીદે રદ કરી દીધો પણ...
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયામાં પાલિકા પ્રમુખ વિજય કાણઝારિયા તથા તેમની ટીમ દ્વારા પાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટર સામે ગંભીર ફરિયાદો આવતા તથા ભ્રષ્ટાચાર-ગેરરીતિની પણ ફરિયાદો થતી હોય, તાકીદની અસરથી કોન્ટ્રાક્ટ બંધ કરી દેવાયો હતો જે પછી સ્થિતિ ખરાબ થતા તથા ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય તથા રોજ કચરો કલેક્શન કરવા આવતી ગાડી ચાર-પાંચ અને ક્યાંક સાત દિવસે લઈ જતા આ બાબતે ઉહાપોહ થતા તથા અખબારી હેવાલોને પગલે પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારિયાએ પાલિકાના સફાઈ વિભાગના વડા સંજયભાઈ કરમુર તથા રાજપાર ગઢવી તથા પાલિકાના તમામ વોર્ડના મુકાદમો તથા સુપરવાઈઝરોની ખાસ બેઠક બોલાવી હતી. તમામ સફાઈ કર્મીઓને શહેર સાફ કરવા તથા કચરાના ઢગલા ના થાય તે માટે તથા રોજ પાલિકા બગીચામાં એસ.આઈ. સંજયભાઈ કરમુરની દેખરેખમાં દરેક વોર્ડમાં ગાડીઓ કચરો કલેક્શન કરવા જાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી તથા ડ્રાયવરો પણ મૂકાયા છે.
પ્રાદેશિક નિયામકની
મંજુરી મંગાઈ
ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા પાલિકા પ્રાદેશિક નિયામકને પત્ર લખીને પાલિકામાં ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કે જે કોન્ટ્રાક્ટર દ્વારા થતું તે હવે પાલિકા દ્વારા કરવાનું પ્રમુખ દ્વારા નક્કી કરવામાં આવેલું હોય, પાલિકામાં ડોર-ટુ-ડોર કચરા કામગીરી માટે ૧૭ ડ્રાયવરો તથા ર૪ કામદારોની આઉટ સોર્સથી ભરતી કરવા માટે મંજુરી માંગવામાં આવી છે, જેથી ડોર-ટુ-ડોર કચરાની કામગીરી થઈ શકે.
આ કામમાં કરોડો ગયા!
ખંભાળિયા પાલિકાનું ડોર-ટુ-ડોર કચરાના કોન્ટ્રાક્ટરનું કામ પણ ભારે વિચિત્ર અને જાણવા જેવું છે. ચાર વર્ષ પહેલા આ કામ પાલિકાના ૪ર કર્મચારી, ૧૯ વાહનો દ્વારા કરતા હતાં. કામ બંધ કરીને કોન્ટ્રાક્ટ અપાયો. કોન્ટ્રાક્ટરને મહિને ૧૩-૧૪ લાખ સુધી બીલ મૂકવાનું અને ૪ર કર્મી વધ્યા તેને છૂટા પણ ના કરાયા અને પાલિકામાં જ રખાયા. વજનના હિસાબે ડોર-ટુ-ડોરનો કોન્ટ્રાક્ટ અપાયેલો જેમાં પથ્થર લઈ જતા પણ અનેક વાર પકડાયા હતાં. આ પછી ભારે ઉહાપોહ થતા નવો કોન્ટ્રાક્ટ મંગાયો તેમાં પણ આજ કોન્ટ્રાક્ટર આવ્યો. અગાઉ ૧૩-૧૪ લાખ મહિને થતું તે ફીક્સ સાડાસાત લાખમાં અડધા જેવા ભાવે! વર્ષે ૮૪-૮પ લાખ રૂપિયા પાલિકાને ખોટ જતી હતી તે કોના 'લાભ'માં થતું હતું તે પણ તપાસનો વિષય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial