Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પીઝા જંકશન... ફૂડ જંકશન નિયમભંગ બદલ ક્ષતિ પકડાતા તત્કાળ સીલ

ફાયર સેફ્ટી અંગે ચકાસણી દરમિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર એનઓસીના અભાવે પીઝા જંકશન, ફૂડ જંકશન સીલ કરાયા પછી રાત્રે બાહેંધરી પછી સીલ ખોલાયું હતું.

જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ અને એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ જંકશનોમાં સુરક્ષા નિયમોના પાલનની ચકાસણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો વગર ચાલતી સંસ્થાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાંચ જેટલા પીઝા અને ફૂડ જંક્શનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પટેલ કોલોની વિસ્તારમાં આવેલી પીઝા જંકશન ફૂડ જંકશનમાં નિયમોના ઉલ્લંઘન અને જરૂરી મંજુરીઓ અંગેની ખામી સામે આવતા મહાનગરપાલિકાની ટીમે તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી. અચાનક થયેલી કાર્યવાહીના પગલે સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી, જો કે તે પછી રેસ્ટોરન્ટના માલિકો દ્વારા તમામ નિયમોનું પાલન કરવાની તેમજ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવાની લેખિત બાહેંધરી આપવામાં આવી હતી. સંચાલકોની રજૂઆત અને બાહેંધરીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના તંત્રએ મોડી સાંજે રેસ્ટોરન્ટનું સીલ ખોલી આપ્યું હતું.

મહાનગરપાલિકાની આ કાર્યવાહી પછી શહેરમાં નિયમોનું પાલન કર્યા વગર ધંધો ચલાવતા અન્ય વેપારીઓ અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચકાસણી અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh