Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ખાડા' પ્રગતિ યાત્રા !!
જામનગર તા. ૧૨: જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા ૧૦-૧૨ દિવસ પહેલાં જ એક મસમોટો ખાડો પવનચક્કી સર્કલ વિસ્તારમાં ખોદવામાં આવ્યો હતો. જો કે ગંદાપાણી પીવાના પાણી સાથે ભળી જવાની ફરિયાદ દૂર કરવા આ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ખોદેલો ખાડો પણ ઘણાં દિવસ સુધી વણપુરાયેલો રહ્યો અને ખાડાની આસપાસ માટીના ઢગલાંના કારણે અડધો માર્ગ બંધ હાલતમાં ફેરવાઈ ગયો હતો.
આ ખાડો પૂરાયો... ત્યાં વળી આ જ પવનચક્કી સર્કલ વિસ્તારમાં ફરીથી કોઈ પ્રશ્ન સર્જાતા ત્યાં મોટો-ઉંડો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. પરિણામે... ફરીથી અહીં ટ્રાફિક જામ, નાના-મોટા અકસ્માતોની સમસ્યા સર્જાઈ છે.
અત્યારે તો ભાજપના ચૂંટાયેલા નેતાઓ, મનપાના પદાધિકારીઓ 'પ્રગતિ પથ યાત્રા'માં વ્યસ્ત છે... ત્યારે આ પવનચક્કી સર્કલ વિસ્તારમાં ખાડાની પ્રગતિની મુલાકાત લઈ ફોટો સેશન કરવાની જરૂર છે. જો તેમની બંધ કાચવાળી એસી લકઝરી મોટર કાર અહીં ટ્રાફિક જામમાં ફસાઈ ન જાય તો..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial