Advertisement
Author: નોબત સમાચાર

સોયલ નજીક બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતા અકસ્માત

અકસ્માતમાં એક વ્યકિતને ગંભીર ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળતી વિગતો મુજબ ખેત પેદાશ ભરેલી છકડા રિક્ષા ધ્રોળના માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવેલી એક કારના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર વ્યક્તિ રોડ પર ફંગોળાઈ ગયો હતો.

ઇજાગ્રસ્તને માથાના ભાગે તેમજ ડાબા હાથ અને પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે. ધ્રોલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh