Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રીએ સ્થિર

આકરા તાપ અને બફારાના સામ્રાજ્ય વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરમાં આકરા તાપ અને અસહ્ય બફારાના સામ્રાજ્ય વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો કોઈ વધારા કે ઘટાડા વગર ૩૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગર સહિત સમગ્ર હાલારમાં વાદળોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. નભમાં વાદળોના આવાગમન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ચળવળાટ થયો ન હતો. મહત્તમ તાપમાન ૩૮ ડીગરીએ અને લઘુતમ તાપમન ર૯ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. તાપમાન વધુ રહેતા ગઈકાલે પણ આકરો તાપ યથાવત્ રહ્યો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૭ર ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ રહેતા લોકો બફારાથી પરશેવે રેબઝેબ બની ગયા હતાં. અસહ્ય ઉકળાટથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

અસહ્ય ઉકળાટમાંથી રાહત મળે તે માટે લોકોએ અસી-એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધરીતે ફૂંકાયેલા ગતિમાન પવનના કારણે સાંજથી ધીમે ધીમે ગરમીનું જોર ઘટવા લાગતા નગરજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh