Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવને એક વર્ષ પૂર્ણ થતાં...
જામનગર તા. ૧૨: અમદાવાદની વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થતાં જામનગરના જૈન સમાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગત તા.૧૨ જુન ૨૦૨૫ના અમદાવાદમાં વિમાન દુર્ઘટના થવા પામી હતી. જેમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. આ બનાવને આજે એક વર્ષ પૂર્ણ થતા જામનગરના જૈન સમાજ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૌશાળામાં ગાયને નીરણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને, દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ નિલેશ કગથરા, નિલેશ ઉદાણી, ભરતભાઈ પટેલ, અજય શેઠ સહિતના જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial