Advertisement
Author: નોબત સમાચાર

ડ્રીમ સિટી, સ્વામિનારાયણનગરમાં બબ્બે વર્ષથી પીવાના પાણીની સમસ્યા

જામનગરના વોર્ડ નં. ૧૦ ના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના વોર્ડ નં. ૧૦ મા આવેલ ડ્રીમ સિટી અને સ્વામિનારાયણનગરમાં છેલ્લા બબ્બે વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તે છે. આ વિસ્તારના મહેશભાઈ ચાવડા તથા અન્ય રહેવાસીઓએ સંયુક્ત સહીથી વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તાકીદે પાણીનો પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી છે.

આ વિસ્તારના રહેવાસીઓએ અગાઉ તા. ર૦-૬-ર૦રપ, ૧પ-૭-ર૦રપ તેમજ ર૯-૭-ર૦રપ ના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા મહાનગર પાલિકાને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ વિસ્તારમાં કોઈ ટેકનિક ક્ષતિ હોય તો તેની તપાસ કરી તેને દુરસ્ત કરવા નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh