Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતા હોય
ગાંધીનગર તા. ૭: વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસતંત્ર એલર્ટ પર છે અને ૧ર-જાન્યુઆરી સુધી પોલીસકર્મીઓની તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.
આગામી તા. ૧૦ થી ૧પ જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓની મુલાકાતે આવશે. જેને પગલે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આદેશ જારી કરાયો છે. જેમાં ડીજીપીના હુકમ અનુસાર આગમી તા. ૭-જાન્યુઆરી-ર૦ર૬ થી ૧ર જાન્યુઆરી-ર૦ર૬ સુધી રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ કેન્સલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ડીજીપી દ્વારા આપવામાં આવેલા જાહેરનામા મુજબ અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પોલીસકર્મીને રજા આપવામાં આવશે નહીં. વધુમાં જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલમાં રજા પર છે. તેઓને પણ વડાપ્રધાનના બંદોબસ્તને ધ્યાને લેતા તાત્કાલિક રજા પરથી પરત ફરી પોતાની ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં વડાપ્રધાનના વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાથી સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર આ સમયગાળા દરમિયાન ખડેપગે રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial