Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલે વકીલ ફાળવ્યા હતાં:
જામનગર તા. ૭: જામનગરમાં એક ભાડેથી રહેતા આસામી સામે એક દાયકા પહેલા વીજચોરીનો કેસ થયો હતો, જે સેશન્સ કોર્ટમાં ચાલી જતા તબક્કાવાર સુનાવણીઓ પછી અદાલતે આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા છે.
જામનગરમાં ભાડાના મકાનમાં રહેતા શાકીરઅલી ઉર્ફે જાકીરખાન સૌકતઅલી પઠાણે વીજ કંપનીના ગ્રાહક નહીં હોવા છતાં નજીકના પીજીવીસીએલના થાંભલેથી ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સર્વિસ વાયર જોડીને વીજ પુરવઠો વાપર્યો હતો અને તેને રૂ।. ૧.૧૦ લાખથી વધુની વીજચોરી કરી હતી, જે ચેકીંગ દરમિયાન તા. ૧૮-૧૧-ર૦૧૧ ના દિવસે પીજીવીસીએલની ટૂકડીએ ઝડપી હતી, અને ધી ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે તપાસ અધિકારીએ તપાસ પૂરી કરી આ કેસમાં જામનગરના ચીફ જ્યુડિશિયન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ મૂકાયું હતું. તે પછી આ કેસ તા. ૧પ-૭-ર૦૧પ ના દિવસે સેસન્સ કમિટ થયો હતો.
આ કેસમાં એક દસકો વીતી ગયો, તેમ છતાં આરોપી મુદ્તે હાજર નહીં રહેતા હોવાથી તા. ૩૦-૭-ર૦રપ ના આરોપીની ગેરહાજરીમાં પુરાવો નોંધવાનો હુકમ કરી અદાલતે લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલના ડેપ્યુટી ચીફ મનિષ બી. સોમૈયાની આરોપી તરફે નિયુક્તિ કરી હતી.
તે પછી તબક્કાવાર સુનાવણી થઈ હતી અને સાહેદોની જુબાની, ઉલટતપાસ થઈ હતી અને ૧૧ જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ થયા હતાં. આરોપી તરફથી એલએડીસીના એડવોકેટ અને ડેપ્યુટી ચીફ મનિષભાઈ સોમૈયાએ કરેલી ઉલટતપાસ દરમિયાન સાહેદોએ સ્વીકાર્યું હતું કે, ચેકીંગની કાર્યવાહીની કોઈ વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી થઈ નહોતી. ચેકીંગવાળી જગ્યા આરોપીની હોવા અંગે કોઈ પુરાવા મળેલ નથી. ચેકીંગમાં જતા પહેલા કોઈ ઉપરી અધિકારીની મંજુરી લીધેલ નથી. સ્થળ પર હાજર વ્યક્તિની ઓળખના કોઈ પુરાવા નથી. બનાવવાળી જગ્યાના કોઈ પુરાવા નથી. આ સહિતની કેટલીક ધારદાર દલીલો આરોપીના બચાવમાં કરવામાં આવી હતી.
અદાલતે બન્ને તરફથી દલીલો સાંભળ્યા પછી આરોપીને પુરાવના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો આદેશ વિશેષ (ઈલે.) ન્યાયધીશ અને બીજા અધિક સેસન્સ જજ શ્રી વી.પી. અગ્રવાલ સાહેબે કર્યો હતો. આમ, એક દાયકાથી વધુ જુના આ કેસમાં એલએડીસી દ્વારા ફાળવાયેલા વકીલ એ.બી. સોમૈયાએ વીજચોરીના કેસના આરોપીને નિર્દોષ છોડાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial