Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂખ લાગ્યાનું કહેતા થઈ બબાલઃ
જામનગર તા. ૭: કાલાવડના નાગપુર ગામના કેટલાક શ્રમિકો ગયા ગુરૂવારે ખટારામાં કપાસ ભરવાની મજૂરીના કામે ગયા પછી બપોરે ભૂખ લાગતા એક વ્યક્તિને તેઓએ હોટલે લઈ જવા માટે કહ્યા પછી છ શખ્સે આ શ્રમિક તથા અન્ય શ્રમિકો પર હુમલો કરી માર માર્યાની અને એક શ્રમિકનો હાથ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં રહેતા ચનાભાઈ કાનાભાઈ વાઘેલા તથા અન્ય શ્રમિકો ગઈ તા.૧ના દિને એક ટ્રકમાં કપાસ ભરવાની મંજૂરીના કામે જુદા જુદા ગામમાં ગયા હતા. આ વેળાએ બપોરના સમયે ભૂખ લાગતા ચનાભાઈ તથા અન્ય શ્રમિકોએ જમવા માટે એક હોટલે ઉભુ રહેવાનું આણંદભાઈ ભીખુભાઈ ગોહિલને કહ્યું હતું. ત્યારે આણંદભાઈએ જમવાની ના પાડી દીધી હતી અને બોલાચાલી કરી હતી.
ત્યારપછી ખટારામાં કપાસ ભરી આપી ચનાભાઈ સહિતના શ્રમિકો રિક્ષામાં ઘર તરફ જવા નીકળ્યા ત્યારે કાલાવડથી પંદરેક કિ.મી. દૂર ગોલણીયા ગામના પુલ પાસે સવજીભાઈ ભીખુભાઈ ગોહિલ, કાનાભાઈ ભરતભાઈ ગોહિલ, વિરાટ ખોડુભાઈ ગોહિલ નામના ત્રણ શખ્સે રિક્ષા ઉભી રખાવ્યા પછી ઘનશ્યામભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ વેળાએ આણંદભાઈ તથા તેના પુત્ર અંકિત ગોહિલ મોટરમાં આવ્યા હતા. તેઓએ ચનાભાઈ સાથે ઝઘડો કરી પાઈપથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. અંકિતે ઢીકાપાટુથી ગોવિંદભાઈ પર હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે સવજીભાઈ કાનાભાઈ વિરાટ, કિશન નામના શખ્સોએ અન્ય વ્યક્તિઓ પર હુમલો કરી માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial