Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયતના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીના આદેશ

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: પંચાયત સેવા સંવર્ગના સીધી ભરતીના બિનરાજ્ય પક્ષીય કર્મચારીઓની ઓનલાઈન આંતર જિલ્લા ફેર બદલીના આદેશ થયા છે.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તલાટી-કમ-મંત્રી સરવૈયા હિમતભાઈ દેવશીભાઈને સુરેન્દ્રનગરમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુનિયર ક્લાર્ક વાજા વિનોદકુમાર વજુભાઈને જૂનાગઢ, જામનગરથી લેબ ટેકનિશિયન ગુહાર ક્રિષ્ના સુરેશભાઈને કચ્છમાં, જામનગરના તલાટી-કમ-મંત્રી ગજ્જર ગોપીબેન સુરેશકુમારને પાટણ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુની. ફાર્માસીસ્ટ આરદેશાના જીગર નવીનચંદ્રને રાજકોટ, જામનગરથી જુની ફાર્માસીસ્ટ પરબતાણી અમરસીભાઈ ગુગાભાઈને સુરેન્દ્રનગરમાં, જામનગરના જુનિ. ફાર્માસીસ્ટ ડાંગર ધવલ ગોવિંદભાઈને જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિમેલ હેલ્થ વર્કર બગડા વસંના દેવજીભાઈને જામનગર, તથા મઘોડિયા ભાવના શાંતિલાલને પણ જામનગર, જામનગરના જુનિ. ફાર્માસીસ્ટ રાણપરિયા ફેનીલ મનસુખભાઈને રાજકોટ, જામનગરના તલાટી-મંત્રી બગડા સીમા દિનેશભઈને મોરબીમાં મૂકવામાં આવ્યા છે.

ઉપરાંત અન્ય જિલ્લામાંથી હાલારમાં પણ અમુક કર્મચારીની બદલી કરીને મૂકવામાં આવ્યા છે. જેમાં દાહોદનો સ્ટાફ નર્સ સોલંકી ઉમાંગ રવિન્દ્રભાઈને દાહોદના સ્ટાફ નર્સ પવાર કિરણબેન જગદીશભાઈને જામનગરમાં, નર્મદાથી સ્ટાફ નર્સ શમા શબાના નુરમામદભાઈને જામનગર, ડાંગથી મુખ્ય સેવિકા મોઢવાડિયા એન.એમ.ને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, દાહોદથી ગ્રામ સેવક કેશવાલા મિતલબેન જસંગભાઈને જામનગર, નવસારીથી ગ્રામ સેવક રામ વિપુલ કુમાર મંદનભાઈને જામનગર, મોરબીથી ગ્રામ સેવક આંબલિયા સંજયકુમાર માલદેભાઈને જામનગર, તાપીથી ગ્રામ સેવક પૂછડિયા કોમલ માલદેભાઈને જામનગર અને મજીઠિયા સોનાબેન ડાયાભાઈને જામનગર, નર્મદાથી જુનિ. ફાર્માસીસ્ટ ભારવડિયા મીના કાનાભાઈને જામનગરમાં, ભાવનગરથી સ્ટાફ નર્સ જેઠવા યશ હિતેષભાઈને જામનગરમાં તથા રાજકોટના ફિમેલ હેલ્થ વર્કર વાઘેલા સવિતા દેવરાજભાઈને જામનગર, રાજકોટના ફિમેલ હેલ્થ વર્કર સિદા તસ્લીમાબેન આમદભાઈને જામનગર, રાજકોટથી ફિમેલ હેલ્થ વર્કર સાગડિયા કૃપાબેન રામજીભાઈને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh