Advertisement
Author: નોબત સમાચાર

ભૂસ્તરશાસ્ત્રી કચેરીનો દરોડોઃ અડધા કરોડની કિંમતના સાધનો જપ્ત

ખનિજમાં ચોરી સામે તંત્ર લાલધૂમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ખનિજ ચોરી સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, અને ખનિજ ચોરીમાં સંકળાયેલા સાધનો-વાહનો કબજે કરવામાં આવી રહ્યા છે, જ્યારે ગઈકાલે પણ આવા કેસમાં અડધા કરોડની કિંમતના વાહન, સાધન કબજે લેવાયા હતાં.

જામનગર ભૂસ્તર શાસ્ત્રીની સૂચના મુજબ ગઈકાલે તા. ૬-૧-ર૦ર૬ ના જોડિયા તાલુકાના કેશિયા ગામમાં બ્લેક ટ્રેપ ખનિજનું ખનન ચાલતું હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને એક મશીન કબજે લેવાયું હતું.

આ ઉપરાંત એરફોર્સ ગેઈટ પાસેથી પસાર થતા જીજે-૧૦-ટીએક્સ-૭૧૭૪ નંબરનું સાદી રેતી ભરેલ ડમ્પર (ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ) કબજે લેવાયું હતું. આમ આશરે રૂ।. પ૦ લાખની કિંમતના મશીન-વાહન કબજે કરાયા હતાં.

આ કામગીરી તપાસ ટીમના ભાવેશભાઈ, નૈતિકભાઈ, રજનીકાંતભાઈ, નિખીલભાઈ, રમેશભાઈ અને આનંદભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh