Advertisement
Author: નોબત સમાચાર

સણોસરી પાસે અકસ્માતમાં ત્રણ માનવ જિંદગી હણનાર બોલેરોચાલક સામે ગુન્હો

સોમવારે રાત્રે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: લાલપુરના ત્રણ પાટીયાથી સણોસરી ગામના પાટીયા તરફના રસ્તા પર સોમવારે રાત્રે સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ અકસ્માતમાં લાલપુરના ખાયડી ગામના બે તથા કોગડી ગામના એક યુવાનના મૃત્યુ નિપજ્યા હતા અને એક તરૂણને ગંભીર ઈજા થઈ હતી.

લાલપુર તાલુકાના ખાયડી ગામમાં કમલેશભાઈ નારણભાઈ ગાગીયા સોમવારે પોતાની જીજે-રપ-યુ ૫૮૦૩ નંબરની બોલેરો પીકઅપ વાનમાં સામાન ભરીને લાલપુર તરફ આવતા હતા ત્યારે રાત્રે નવેક વાગ્યે તેઓના વાહનમાં પંક્ચર પડતા પાર્કિંગ લાઈટ ચાલુ કરીને તેઓએ બોલેરો રોડની સાઈડમાં ઉભો રાખ્યો હતો.

ત્યારપછી તેઓએ પોતાના ભત્રીજા શ્યામ  અશોકભાઈ ગાગીયા તથા શ્રીદીપ ગોજીયા, ભરતભાઈ ડાંગરને ફોન કરીને ત્યાં આવવાનું કહેતા આ વ્યક્તિઓ જેક લઈને આવ્યા હતા. આ વેળાએ ટાયર બદલાવતી વેળાએ જેક નાનો પડતા ભરતભાઈ પાસે બીજો જેક મંગાવાયો હતો.

ટાયર બદલવાની આ કાર્યવાહી દરમિયાન પાછળથી જીજે-૧૦-ડીએ ૨૨૮૭ નંબરની બીજી બોલેરો ધસી આવી હતી તેના ચાલકે આગળ ઉભેલી પ૮૦૩ નંબરની પીકઅપ વાનને હડફેટે લેતાં કમલેશભાઈ (ઉ.વ.૩૬), ભરતભાઈ લખમણભાઈ ડાંગર (ઉ.વ.ર૧), શ્રદીપ હિતેશભાઈ ગોજીયા (ઉ.વ.૧૬)ના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે શ્યામ અશોકભાઈ ગાગીયા (ઉ.વ.૧૬)ને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ છે. આ બનાવની કાનાભાઈ નારણભાઈ ગાગીયાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રર૮૭ નંબરના બોલેરોચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh