Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા
ખંભાળિયા તા. ૭: વેરાવળમાં સંભવિત જાન્યુઆરી/ ફેબ્રુઆર-૨૦૨૬માં સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓએ તા. ૧૫ જાન્યુઆરી સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથને અરજી કરવાની રહેશે.
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ ૧૦ દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે સંભવિત જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૬ ના અનુકૂળ ૧૦ દિવસ દરમ્યાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું નક્કી કરેલ છે. તો આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૫ના ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમૂનાનું અરજી ફોર્મ તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવ સદન , રૂમ નં ૩૧૩ ,૩૧૪ , બીજો માળ , મું. ઇણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથને ખાતે મોકલી આપવાની રહેશે. શિબિર માટે પસંદગી કરતા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટીમાંથી ઉતીર્ણ થનાર ૨૫ યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે પસંદગી પામેલ તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી બસ)નું ભાડુ, નિવાસ, ભોજન આપવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial