Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રેટર નોઈડામાં સુહાગરાતે ટાલની પોલના કિસ્સામાં ટ્વીસ્ટ
નવી દિલ્હી તા. ૭: ગ્રેટર નોઈડાના ચર્ચાસ્પદ કિસ્સામાં એક નવુ ટ્વીસ્ટ આવ્યું છે. પતિને ટાલ હોવા ઉપરાંત તેમણે કરેલા શૈક્ષણિક લાયકાતના દાવા ખોટા હોવાનો આક્ષેપ પણ પત્નીએ કર્યો છે.
ગ્રેટર નોઈડામાંથી પતિ-પત્ની વચ્ચેનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અને ગ્રેટર નોઈડાના બિસરખા વિસ્તારમાં આવેલી ગૌર સિટી સોસાયટીમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો હતો કે, તેણે પોતાની ટાલ છુપાવી અને લગ્ન બાદ તેના અશ્લીલ ફોટો દ્વારા તેને બ્લેકમેલ પણ કરી હતી. હવે આ ચર્ચાસ્પદ કિસ્સામાં એક ટ્વીસ્ટ આવ્યું છે.
આ ઘટનાની શરૂઆત ૧૬ જાન્યુઆરી ૨૦૨૪ના થઈ હતી, જ્યારે દિલ્હીના રાણા પ્રતાપ બાગના રહેવાસી સંયમ જૈનના લગ્ન ગ્રેટર નોઈડાના રહેવાસી પીડિતા સાથે ધામધૂમથી થયા હતા. લગ્નના સમયે કન્યા પક્ષને જણાવ્યું કે છોકરો સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે અને શારીરિક રીતે પણ સ્વસ્થ અને સુંદર છે. ખાસ કરીને છોકરાના ઘાટા વાળના તો ખૂબ વખાણ કર્યા હતા. પણ લગ્નના થોડા દિવસ બાદ સચ્ચાઈ સામે આવી ગઈ તો મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ. મહિલાને ખબર પડી કે તેના પતિને માથા પર વાળ છે જ નહીં, ટાલ છે. તે એક નકલી હેર પૈચ એટલે કે વિગ લગાવીને ફરતો હતો. આ કિસ્સો ઘણો જ ચર્ચાસ્પદ થયો હતો.
આ કિસ્સામાં એક ટ્વીસ્ટ આવ્યુ છે. છેતરપિંડી ખાલી ટાલ સુધીની વાતમાં જ નહોતી, પણ લગ્ન પહેલા સંયમ જૈનની શૈક્ષણિક યોગ્યતા અને તેની વાર્ષિક આવક વિશે જે દાવા કર્યા હતા, તે તદ્દન ખોટા હતા. જ્યારે મહિલાએ આ જૂઠાણા વિશે સવાલો કરવાના શરૂ કર્યા, તો ઘરમાં વૈચારિક મતભેદ ઊભા થવા લાગ્યા.
પીડિતાના જણાવ્યા અનુસાર, કોઈ પણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે, પણ અહીં તો પાયો જ જૂઠાણા પર તૈયાર થયો હતો. શારીરિક સુંદરતાને છુપાવવાની એક વાત છે, પણ કરિયર અને શિક્ષણ જેવા મહત્ત્વના તથ્યો પર પડદો નાખવો ઘોર વિશ્વાસઘાત છે. મહિલાનો આરોપ છે કે જેમ જેમ લગ્ન જૂના થતાં ગયા, વિવાદ વધતો ગયો. જ્યારે આ દગાનો વિરોધ કર્યો તો પતિએ પોતાનો અસલી ચહેરો દેખાડ્યો. આરોપ છે કે સંયમ જૈને પોતાની પત્નીના મોબાઈલ ફોનમાંથી તેની પર્સનલ તસવીરો લઈ લીધી અને આ ફોટોના આધાર પર પોતાની જ પત્નને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધુ. આરોપી પતિ ધમકી આપતો હતો કે જો તેને પૈસા ન આપ્યા તો તેની પર્સનલ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ કરી દેશે. ડરેલી પત્ની પાસેથી આરોપીએ ઘણી વાર પૈસા વસૂલી લીધા. વિરોધ કરે તો પત્ની સાથે મારપીટ કરતો અને તેને શારીરિક તથા માનસિક રીતે પ્રતાડિત કરતો હતો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં ખાલી પતિ જ નહીં પણ પોતાની સાસુ અને સસરાને પણ આરોપી બનાવ્યા છે. તેનું કહેવું છે કે આ સમગ્ર કાવતરામાં સાસરિયાના અન્ય લોકો પણ સામેલ હતા અને તેને ચૂપ રહેવા માટે પ્રેશર કરતા હતા. આખરે હાર માનીને મહિલાએ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી. પોલીસે મહિલાની ફરિયાદ પર આરોપી પતિ સંયમ જૈન અને તેના પરિવાર વિરુદ્ધ છેતરપિડી, મારપીટ અને આઈટી એક્ટની સંબંધિત કલમો અંતર્ગત ફરિયાદ નોંધી લીધી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે અને ડિજિટલ પૂરાવા એકઠા કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial