Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશ-વિદેશના ૫૫૦ વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે
જામનગર તા. ૭: ઇન્ડિયન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થની ૭૬મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ''ઓક્યુકોન ૨૦૨૬-જોશ અગેઈન''નું એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થ, જામનગર શાખા દ્વારા પદમ બેન્ક્વેટ એન્ડ લોન, એરપોર્ટ રોડ, જામનગર, ગુજરાતમાં આજે તા. ૭ જાન્યુઆરીથી શરૂ થઈ છે. જે ૧૦ જાન્યુઆરી સુધી ચાલશે.
આ કોન્ફરન્સની થીમ ''વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીનું પુનઃ પરિભાષનઃ વર્તમાન પડકારોનું માર્ગદર્શન અને ભવિષ્યના ઉકેલોનું ઘડતર'' છે, જે ઝડપી ઔદ્યોગિકીકરણ, ટેકનોલોજીકલ વિકાસ તથા ઉદ્ભવતા કાર્યસ્થળ જોખમો અને તેમની નિવારણ પ્રક્રિયાઓના સંદર્ભમાં વ્યવસાયિક આરોગ્યના બદલાતા પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.
''ઓક્યુકોન ૨૦૨૬'' રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય માળખામાં શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય અને સામાજિક-માનસિક સુખાકારીના મહત્ત્વપૂર્ણ એકીકરણ પર કેન્દ્રિત છે. જેથી મજબૂત અને ઉત્પાદનક્ષમ કર્મચારી દળનું નિર્માણ થઈ શકે. 'ઓક્યુકોન ૨૦૨૬', આઈએઓએચની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે અને વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી ક્ષેત્રમાં દેશના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચોમાંથી એક તરીકે ઓળખાય છે.
આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૫૫૦ કરતાં વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 'ઓક્યુકોન ૨૦૨૬'માં પૂર્વ-પરિષદ વર્કશોપ્સ, ૪૪ મહેમાન વક્તાઓના સત્રો અને સિમ્પોઝિયમ, ૫ મુખ્ય પ્રવચન સત્રો તથા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ૭ ગૌરવપૂર્ણ ઓરેશનો યોજાશે. ઉપરાંત, વ્યવસાયિક આરોગ્ય નિષ્ણાતો દ્વારા ૧૦૬ વૈજ્ઞાનિક સંશોધન પેપર્સ અને ઇ-પોસ્ટર રજૂ કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રની નવીનતમ તકનીકો દર્શાવતું ઔધોગિક પ્રદર્શન પણ યોજાશે.
આ કોન્ફરન્સ દરમિયાન ૮૦થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતો પોતાના વિચારો રજુ કરશે, જે કામદારોના આરોગ્ય અને સુખાકારીને આર્થિક પ્રગતિ તથા પર્યાવરણીય સંરક્ષણના કેન્દ્રસ્થાને રાખીને નવી દિશાઓ માટે પ્રેરણા આપશે. શ્રી પી. એમ. શાહ, નિયામક, ઔધોગિક સલામતી અને આરોગ્ય નિયામક કચેરી, ગુજરાત સરકાર, આ પરિષદના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મહેમાન વિશેષ તરીકે ડો. નંદિની દેસાઈ, ડીન, શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર, ગુજરાત, કોન્ફરન્સને શોભાવી રહ્યા છે.
કોન્ફરન્સને ભવ્ય સફળતા અપાવવા માટે કોન્ફરન્સ ડિરેકટર ડો. આર. રાજેશ, આયોજક અધ્યક્ષ ડો. કીર્તિ ચુડાસમા તથા આયોજક સચિવ ડો. ભાવેશ એસ. ખોડડિયાના નેતૃત્વ હેઠળ આયોજન સમિતિ જહેમત ઉઠાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial