Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે ભારતમાં જ રમવું પડશે અથવા પોઈન્ટ ગુમાવવા પડશેઃ
મુંબઈ તા. ૭: બાંગલાદેશ ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. તેની ટી-ર૦ વર્લ્ડકપની મેચ ભારત બહાર યોજવાની માગ આઈસીસીએ ફગાવી દેતા બાંગલાદેશની ટીમે હવે ભારતમાં જ રમવું પડશે અથવા પોઈન્ટ ગુમાવવા પડશે.
આઈપીએલમાંથી બાંગલાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા પછીથી વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે બાંગલાદેશે આગામી ટી-ર૦ વર્લ્ડકપમાં ભારતમાં રમવાનો ઈનકાર કરતા તેની મેચ પાકિસ્તાનની જેમ ભારતની બહાર યોજવાની માગણીઓ કરી હતી.
જો કે, આઈસીસીએ તેની આ માગણીઓ ફગાવી દેતા બાંગલાદેશ ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર બાંલાદેશે ભારતમાં જ મેચ રમવી પડશે અથવા પોઈન્ટ ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈસીસીએ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર ભારતમાંથી બહાર મેચ રમવાનો આગ્રહ નકારવામાં આવી રહ્યો છે. બાંગલાદેશે ટી-ર૦ વર્લ્ડકપ રમવા માટે ભારત આવવું પડશે નહીંતર તેણે પોઈન્ટ ગુમાવવા પડશે. બીજી બાજુ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, હજુ સુધી આઈસીસી દ્વારા અમારી માગણીઓ ફગાવાઈ હોય તેવી અમને કોઈ જાણકારી મળી નથી. ખરેખર તો આઈપીએલ ટીમ કેકેઆર દ્વારા બીસીસીઆઈના દબાણને પગલે બાંગલાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા પછીથી વિવાદ ચગ્યો છે. કેમ કે ભારતમાં લોકો બાંગલાદેશીઓનો વિરોધ કરવા લાગ્યા છે જેનું કારણ છે બાંગલાદેશની તાજેતરની હિંસામાં માર્યા ગયેલા હિન્દુઓ. ઉલ્લેખનિય છે કે, મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર દ્વારા આઈપીએલની હરાજીમાં ૯.ર૦ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial