Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈન એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા
જામનગર તા. ૭: જૈન એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા જામમનગર શહેરના સમસ્ત જૈન સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્ષ-ર૦રપ માં પાસ થનાર ધો. ૧૦ થી ૧ર ફાઈનલ ગ્રેજ્યુએટ, ફાઈનલ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તથા રાષ્ટ્રીય તથા રાજય કક્ષાએ સ્પોર્ટસ અથવા અન્ય કોઈ પ્રવૃત્તિમાં નંબર મેળવેલ હોય, તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ તા. ર૩-જાન્યુઆરી-ર૦ર૬ સુધીમાં અજયભાઈ શેઠ, નવાનગર બેંક ભવન, બીજા માળે, પ્રણામી સ્કૂલની સામે (મો. ૯૮રપપ ૧પ૬૩૩) ને સાંજે પ થી ૬ વાગ્યા સુધીમાં ધવલભાઈ વોરા (મંગલમ્ કન્સલ્ટન્સી) રતનબાઈ મસ્જિદ રોડ (મો. ૯૪ર૮૭ ર૮૭૪પ), ને સાંજે ૪ થી ૬, અજયભાઈ શાહ તથા નયનભાઈ રિંડાણી, હરિયા કોલેજ (મો. ૯૮રપ૯ ૯૦રર૬), સવારે ૧૧ થી ૧ દરમિયાન ધીરેનભાઈ મહેતા (પરફેક્ટ કન્સલ્ટન્સી સર્વિસ) ૧૦૭, માધવ કોમ્પલેક્ષ, ડીકેવી કોલેજ રોડ, જામનગરમાં સાંજે ૬ થી ૮, સંજીવભાઈ મહેતા નવાનગર બેંક આર.આર. શાળામાં બપોરે ૩ થી પ, હરેશભાઈ દોશી (જૈન સ્ટોર્સ) ૬-પટેલ કોલોની, કો.કો. બેંક પાસે સાંજે ૬ થી ૮ સુધીમાં પહોંચાડવાની રહેશે.
જૈન એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ અજયભાઈ શેઠ, મંત્રી ધીરેનભાઈ મહેતા, પ્રોજેક્ટ કમિટીના ચેરમેન અજયભાઈ શાહ તેમજ સભ્યો પારસભાઈ મહેતા, હિતેષભાઈ મહેતા, ધવલભાઈ વોરા, સંજીવભાઈ મહેતા, રાજેશભાઈ શાહ, નિતીનભાઈ મહેતા અને દેવેનભાઈ વોરા આ માટે જહેમત ઉઠાવી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial