Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામી સાથે રોકાણના નામે છેતરપિંડી આચરતા ત્રણ ઝબ્બે

રૃા.૯ લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતીઃ

જામનગર તા.૧ ઃ જામનગરના આસામીને ઈન્વેસ્ટ કરાવવાના બહાના હેઠળ રૃા.૯ લાખ ઉપરાંતની રકમની ઠગાઈ કરી લેવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા પછી સતત આઠ મહિના સુધી આરોપીઓના સગડ દબાવાયા હતા. જેમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના બે અને સુરતનો એક શખ્સ ઝડપાઈ ગયા છે.

જામનગરના આસામીને ઓટો ટ્રેડીંગ પર ઈન્વેસ્ટ કરવા માટે લલચાવી થોડા સમય પહેલા એક શખ્સ મળ્યો હતો તેણે મોબાઈલમાં એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી ઈન્વેસ્ટ કરવાથી ચારથી પાંચ ટકા જેવો લાભ મળશે તેમ કહી કટકે કટકે રૃા.૯,૧૯,૧૨૫ની રકમ ઈન્વેસ્ટ કરાવી હતી.

ત્યારપછી આ વ્યક્તિના મોબાઈલમાં ખોલી આપેલા એકાઉન્ટમાં નફો બતાવી દેવાયો હતો. જો કે, તેમાંથી નાની રકમ સિવાય કોઈ રકમ વિથ-ડ્રો થઈ શકતી ન હતી. આ બાબતની ગયા વર્ષે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

ઉપરોક્ત ગુન્હાની તપાસ સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં આઠ મહિના સુધી સાયબર ક્રાઈમની ટીમે થાક્યા વગર સગડ દબાવતા આરોપીઓના સગડ મળવા પામ્યા હતા. ટીમના પ્રણવ વસરા, કે.વી. જાડેજા, જેસાભાઈ ડાંગર, વિક્કી ઝાલાએ આરોપીઓના લોકેશન પર તપાસ કરતા સુરતમાંથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રમીઝરાજા કિસ્મત શેખ ઉર્ફે નેતા, ડો. અલ્તાફ લતિફ શેખ તથા સુરતના રિક્ષા ડ્રાઈવર પીરમહંમદ અસરફ મેમણ મળી આવ્યા હતા.

ત્રણેય શખ્સને જામનગર ખસેડી પૂછપરછ કરાતા આ શખ્સો ઈન્વેસ્ટના નામે નાગરિકોને છેતરી વિશ્વાસમાં લીધા પછી ફેક એપ ડાઉનલોડ કરાવી, તે એપમાં ખોટો નફો બતાવી છેતરપિંડી કરતા હોવાનું કબૂલ્યું છે. ત્રણેય આરોપીની સાયબર ક્રાઈમ પોલીસે સઘન પૂછપરછ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh