Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧ઃ ખંભાળીયા નગરપાલિકાનું વીજ જોડાણ કપાઈ જતાં ભારે દોડાદોડી મચી ગઈ હતી. પશ્ચીમ ગુજરાત વીજ કંપનીના વીજ એમ.ડી. વરૃણકુમારની સૂચનાથી ખંભાળીયા શહેરમાં સરકારી વીજ જોડાણોની બાકી નીકળતી રકમની ખાસ ઝુંબેશમાં ગઈકાલે પીજીવીસીએલના ડે.ઈજનેર પંડ્યા દ્વારા પાલિકાનું વીજ જોડાણ બાકી નીકળતી રકમ સંદર્ભે કાપી નખાયું હતું.
ખંભાળીયા પાલિકામાં ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલાની બદલી થઈ હોય તેમની જગ્યાએ ભાવનગરથી ભરત વ્યાસ મુકાયા હોય, પણ તેઓ હજુ હાજર ન થતાં તથા વીજબીલના ચેકમાં ચીફ ઓફિસરની સહી ન થઈ હોય વીજ કનેકશન કપાયું હતું. જો કે, પાલિકા કર્મચારીઓ દ્વારા આ બાબતની જાણ પાલિકાના કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યને કરાતા તેમણે તુરત જ ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીના સંકલનમાં માત્ર દોઢ કલાકમાં જ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. બાકી બીલ પેટે ૧૮ લાખ રૃપિયાનો ચેક પીજીવીસીએલને આપ્યો હતો. સ્ટ્રીટ લાઈટ તથા પાણી પુરવઠા તંત્રને પણ કોઈ અસર થઈ ન હતી. પાલિકાને સરકારની ગ્રાંટ મોડી આવી હોવા છતાં સ્વભંડોળનો ઉપયોગ કરી તુરત જ ચુકવણાનો ચેક આપીને કનેકશન પૂર્વવત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag