Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં શોભાયાત્રામાં બબાલ પછી મામલો થાળેઃ બેઠકમાં ગરમાગરમી, પોલીસ બોલાવાઈ

કાલે કેટલાક યુવકોને પોલીસે ઉપાડ્યાઃ

ઓખા તા.૧ ઃ ઓખામાં યોજાયેલી રામ શોભાયાત્રામાં રામભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા પહેલા બાઈક રેલી યોજવામાં આવી હતી. ધારાસભ્ય પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ગાંધીનગરી પાસે શોભાયાત્રા પસાર થવાના સમયે થોડી ક્ષણો માટે મામલો તંગ બન્યો હતો. જો કે, તુરત  થાળે પાડવામાં આવ્યો હતો.  તે ૫છી ગઈરાત્રે મુસ્લિમ સમાજની બેઠક મળી હતી. જેમાં કોઈ બાબતે મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવાઈ હતી. તેના પગલે પોલીસ મથકે ટોળું ધસી આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. અલગ અલગ ફ્લોટ્સ સાથે શોભાયાત્રા માછીમાર બંદરથી શરૃ કરાઈ હતી જેમાં આગળ બાઈક રેલી પણ રાખવામાં આવી હતી.

વિરમેશ્વરધામ સુધી બાઈક રેલી રખાયા પછી શોભાયાત્રા શરૃ થઈ હતી. જે નવીનગરી, નવી બજાર, ગાંધીનગરી થઈ નવીનગરી સ્થિત રામમંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. રસ્તામાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શોભાયાત્રામાં ધારાસભ્ય પબુભા માણેક જોડાયા હતા.

તે દરમિયાન રાત્રે આઠેક વાગ્યે જ્યારે ગાંધીનગરી પાસે શોભાયાત્રા પહોંચી ત્યારે ઝંડા ફરકાવવા બાબતે મામલો થોડી મિનિટો માટે તંગ બન્યો હતો. આ વેળાએ જ દોડી આવેલા સ્થાનિક આગેવાનો અને પોલીસ સ્ટાફની તાકીદની કાર્યવાહીથી મામલો થાળે પડી ગયો હતો. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને વાકેફ કરાતા ઓખામાં પોલીસ કુમક ઉતારવામાં આવી હતી અને પોલીસે આખી રાત સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

તે પછી ગઈકાલે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા કોઈ બાબતે બેઠક બોલાવાઈ હતી. જેમાં સમાજના આગેવાન રાજીનામું આપે તે બાબતે માથાકૂટ થયાનું જાણવા મળે છે. એક તબક્કે બેઠકમાં પોલીસ બોલાવી લેવાઈ હતી. પોલીસે ત્યાંથી કેટલાક યુવકોને અટકાયતમાં લીધા હતા અને તે પછી પોલીસ મથકે ટોળું રજૂઆત માટે આવ્યું હતું જ્યાં કાયદાકીય કાર્યવાહી માટે ખાતરી અપાતા ટોળું વિખેરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રાષ્ટ્રપતિના આગમન અને રામનવમીના દિને દ્વારકામાં ચોક્કસ કોમના ધર્મસ્થાન નજીક ધાર્મિક ઝંડી સળગાવવાના મુદ્દે માથાકૂટ થઈ હતી. તેમાંથી બોધપાઠ લઈ આ વખતે પણ આગોતરી તૈયારી કરવાની જરૃરિયાત હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh