Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડા કર્યાઃ
જામનગર તા.૧ ઃ જામનગરના એક પરિણીતાને પતિએ નાની વાતોમાં વાંક કાઢી ઝઘડા શરૃ કર્યા પછી ઢીકાપાટુથી માર મારતા પિયર પરત ફરેલા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા વાયુનગરમાં વસવાટ કરતા ઈશરતબેન અલ્તાફભાઈ સમા (ઉ.વ.ર૦)ના નિકાહ થોડા સમય પહેલા ફરદીન ફિરોઝભાઈ નોતિયાર સાથે થયા પછી એકાદ અઠવાડિયા સુધી સારી રીતે રાખ્યા પછી પતિએ કંકાસ શરૃ કર્યાે હતો.
નાની વાતોમાં વાંક કાઢી ઝઘડાઓ શરૃ કરી ફરદીને અવારનવાર પત્નીને ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુ વડે માર મારી ત્રાસ આપ્યો હતો. સાતેક મહિના પહેલા પિયર પરત ફરેલા ઈશરતબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠટળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag