Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સન્માન બચત પત્રનો પ્રારંભ, વરિષ્ઠ નાગરિક બચત યોજના, ટોલટેક્ષ, હોલમાર્કીંગ, પેન્શનના નવા નિયમો લાગુ
નવી દિલ્હી તા. ૧ઃ આજથી નવું નાણાકીય વર્ષ શરૃ થઈ રહ્યું છે, ત્યારે સામાન્ય નાગરિકને લગતા ઘણાં નિયમોમાં ફેરફાર થયા છે, તો નવી યોજનાઓના પ્રારંભ સામે આવકવેરાની મુક્તિ મર્યાદા પણ વધી છે.
આજથી નવું નાણાકીય વર્ષ શરૃ થઈ ગયું છે. નવા નાણાકીય વર્ષમાં પ્રવેશની સાથે જ આજથી આવકવેરા સહિત અનેક ફેરફારો અમલમાં આવી ગયા છે. આ સિવાય ર૦ર૩-ર૪ ના સામાન્ય બજેટમાં પણ ઘણી નવી જાહેરાતો કરવામાં આવી છે જે આજથી લાગુ થવા જઈ રહી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના પ્રથમ ક્વાર્ટર માટે ૧લી એપ્રિલ ર૦ર૩ થી શરૃ થતી અને ૩૦ મી જૂન ર૦ર૩ ના સમાપ્ત થતી વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે.
આવકવેરાની ની કર વ્યવસ્થામાં મુક્તિ મર્યાદા પ લાખ રૃપિયાથી વધારીને ૭ લાખ રૃપિયા કરવામાં આવી છે. જુની ટેક્સ સિસ્ટમમાં ર.પ લાખ રૃપિયા સુધીની આવક કરમુક્ત છે. જુની ટેક્સ સિસ્ટમની જેમ નવી ટેક્સ સિસ્ટમમાં પણ અનેક પ્રકારની છૂટનો લાભ નહીં મળે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબ ૦ થી ૩ લાખ પર શૂન્ય, ૩-૬ લાખ પર પ ટકા, ૬ થી ૯ લાખ રૃપિયા પર ૧૦ ટકા, ૯ થી ૧ર લાખ પર ૧પ ટકા અને ૧પ લાખથી ઉપર પર ૩૦ ટકા છે. જો વિકલ્પ આપવામાં નહીં આવે તો નવી વ્યવસ્થા મુજબ જ રિટર્ન ભરવાના થશે.
એ ઉપરાંત આજથી મહિલા સન્માન બચત યોજના પ્રથમ વખત શરૃ કરવામાં આવી છે. આ અંતર્ગત મહિલાઓ અથવા યુવતીઓના નામે વધુમાં વધુ બે લાખ રૃપિયાનું રોકાણ કરી શકાય છે. તેના પર ૭.પ૦ ટકાના દરે નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે. ર૦ર૩-ર૪ ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલી આ યોજના માત્ર માર્ચ ર૦રપ સુધી રહેશે.
ગ્રાહક મંત્રાલયે ૧ એપ્રિલથી ગોલ્ડ જ્વેલરીના વેંચાણ માટેના નિયમોમાં ફેરફાર થયો છે. નવા નિયમ મુજબ આજથી ચાર-અંકના હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશનવાળી જ્વેલરી વેંચવામાં આવશે નહીં. આજથી માત્ર છ અંકો સાથે હોલમાર્કવાળી જ્વેલરી વેંચવામાં આવશે.
વાહનોથી થતાં પ્રદૂષણને ઘટાડવા અને વાહનોની ઈંધણ કાર્યક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર ૧ એપ્રિલથી વ્હીકલ સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત દેશમાં ૧પ વર્ષ જુના વાહનોને સ્ક્રેપમાં મોકલવાની તૈયારી છે. સ્ક્રેપ માટે મોકલવામાં આવેલા વાહનોને રિસાયકલ કરવામાં આવશે. આ નવી પોલિસી હેઠળ જો કોઈ વ્યક્તિ તેના વાહનને સ્ક્રેપમાં મોકલે છે અને તેના સ્થાને નવું વાહન ખરીદે છે તો તે નવા વાહન પર રપ ટકા સુધી રોડ ટેક્સમાં છૂટ મળશે. આ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ક્યા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ જમા મર્યાદા ૧પ લાખ રૃપિયાથી વધારીને ૩૦લાખ રૃપિયા કરવામાં આવશે. બીજી તરફ માસિક આવક યોજના હેઠળ, જમા મર્યાદાને વધારીને નવ લાખ રૃપિયા કરવામાં આવશે. સરકારે નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે મોટાભાગની નાની બચત યોજનાઓ ર વ્યાજ દરમાં વધારો કર્યો છે, જો કે લોકપ્રિય ડિપોઝિટ સ્કીમ પીપીએફ અને બેંકો સાથેની બચત થાપણો પરના વ્યજ દરો એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે અનુક્રમે ૭.૧ ટકા અને ૪ ટકાના દરે યથાવત્ રાખવામાં આવ્યા છે. અન્ય બચત યોજનાઓમાં વ્યાજ દર ૦.૧ ટકાથી વધારીને ૦.૭ ટકા કરવામાં આવ્યા છે.
એપ્રિલ ૧ થી, બોન્ડ્સ અથવા નિશ્ચિત આવક ઉત્પાદનોમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટૂંકા ગાળાના મૂડી લાભો વસૂલવામાં આવશે. અત્યાર સુધી રોકાણકારો તેના પર લાંબા ગાળાના મૂડી લાભ મેળવતા હતાં અને તેથી આ રોકાણ લોકપ્રિય હતું. હાલમાં બોન્ડ્સ અથવા ફિક્સ્ડ ઈન્કમ પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારા રોકાણકારો ત્રણ વર્ષ માટે કેપિટલ ગેઈન પર ઈન્કમ ટેક્સ ચૂકવે છે. મારૃતિ સુઝુકી, ટાટા મોટર્સ જેવી વાહન કંપનીઓ ૧ એપ્રિલથી સખત ઉત્સર્જન ધોરણો લાગુ કર્યા પછી તેમના વિવિધ મોડલની કિંમતોમાં વધારો કરી રહી છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ એ એપ્રિલ ૧ થી રોકડ ઈક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં છ ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી ૧ જાન્યુઆરી, ર૦ર૧ થી અમલમાં આવી છે. એલપીજી સિલિન્ડર થયું સસ્તુ. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ૯ર રૃપિયા સુધીની રાહત, નાની બચત યોજનાઓ પર સરકારની ભેટ, નવા વ્યાજ દર એકાઉન્ટ ચેક બેંક હવે આવા વ્યવહારો માટે ચાર્જ લેશે. વિદેશ યાત્રા માટે ક્રેડિટ કાર્ડની ચૂકવણી ભારતીય રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ લાવવામાં આવશે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આવા ખર્ચાઓ ટેક્ કલેક્શન એટ સોર્સના કાર્યક્ષેત્ર હેઠળ આવે જેમાં એક કરોડ રૃપિયા સુધીની લોન માટે વાર્ષિક ગેરંટી ફી મહત્તમ બે ટકાથી ઘટાડીને ૦.૩૭ ટકા કરવામાં આવી રહી છે. આનાથી નાના ઉદ્યોગો માટે ક્રેડિટનો એકંદર ખર્ચ ઘટશે. ગેરંટી મર્યાદા ર કરોડ રૃપિયાથી વધારીને પ કરોડ રૃપિયા કરવામાં આવી છે.
નવી ફોરેન ટ્રેડ પોલિસી પણ ૧ એપ્રિલથી અમલમાં આવશે. તે ર૦૩૦ સુધીમાં દેશની નિકાસને ર ટ્રિલિયન ડોલર સુધી વધારવા, ભારતીય રૃપિયાને વૈશ્વિક ચલણ બનાવવા અને ઈ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. એફટીપી ર૦ર૩ જીૈ-ર્ષ્ઠદ્બદ્બીષ્ઠિી નિકાસને પણ પ્રોત્સાહન મળશે અને ર૦૩૦ સુધીમાં તે વધીને રર૦-૩૦૦ બિલિયન ડોલર થવાની ધારણા છે. આ ઉપરાંત કુરિયર સેવાઓ દ્વારા નિકાસ માટેની મૂલ્ય મર્યાદા પ્રતિ કન્સાઈનમેન્ટ રૃા. પ લાખથી વધરીને રૃા. ૧૦ લાખ કરવામાં આવી રહી છે. ૧ એપ્રિલથી નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો પણ બદલાઈ રહ્યા છે. હવે વાર્ષિક પેન્શન મેળવવા ઈચ્છુક સબ્સ્કાઈબર્સ માટે અથવા તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) અથવા ઉપાડ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવા માટે તેમાંથી બહાર નીકળવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag