Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તરૃણીના પિતાને ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે કરાયા હડધૂતઃ
જામનગર તા.૧ ઃ કાલાવડમાં રહેતી એક તરૃણીને ગઈકાલે તેના ઘરેથી નસાડી ગયેલા વિધર્મી શખ્સે તે તરૃણી સાથે કોઈ જલદ પ્રવાહી પી લીધુ છે. બંનેને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. તરૃણીના પિતાએ આ શખ્સ સામે એટ્રોસિટી એક્ટ, પોક્સોની કલમ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડના એક વિસ્તારમાં રહેતા પરિવારની સત્તર વર્ષની પુત્રીના થોડા સમય પહેલા સંપર્કમાં આવેલા કાલાવડના કુંભનાથપરાવાળા અયાન ઈકબાલ પંજાએ તે તરૃણીને લગ્ન કરી લેવાની વાત કરી હતી. તે અંતર્ગત અયાન થોડા દિવસ પહેલા આ પરિવારના ઘેર ગયો હતો.
જ્યાં તેણે તરૃણીના પિતા સાથે વાત કરતા આ પ્રૌઢે પોતાની પુત્રી ઉંમરમાં નાની હોવાનું અને પોતે અનુસૂચિત જાતિના હોવાનું કહેતા અયાને આ પ્રૌઢને ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને તારી દીકરી સાથે જ નિકાહ કરવા છે તેમ કહી ધમાલ મચાવી હતી.
ત્યારપછી ગઈકાલે સવારે આ તરૃણીને તેના પરિવારના વાલીપણામાંથી અયાન લલચાવી ફોસલાવી નસાડી ગયો હતો. પોતપોતાના ઘરેથી નીકળી ગયેલા તરૃણી અને યુવાન રણુજા પાસે ગયા હતા જ્યાં બંને અલગ અલગ ધર્મના હોય લગ્ન થઈ શકશે નહીં તેમ વાત થયા પછી તરૃણી અને અયાને કોઈ જલદ પ્રવાહી પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.
ત્યાં ઢળી પડેલા બંને વ્યક્તિને કોઈએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તે દરમિયાન આ તરૃણીના પિતાએ ગઈરાત્રે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ફરિયાદ પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટની કલમ ૧૮ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધી છે. પીઆઈ બી.એમ. કાતરીયાએ અયાન પંજા સામે ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag