Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૧ઃ દેશમાં કોરોનાના છેલ્લા ર૪ કલાકમાં ર૯૯૪ કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં ર-ર, ગુજરાતમાં ૧ અને કેરળમાં ર લોકો કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા છે. દેશમાં સક્રિય કેસ ૧૬,૩પ૪ થઈ ગયા છે, દરરોજનો પોઝિટિવિટી રેટ ર.૦૯ ટકા છે.
દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ર,૯૯૪ નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે હવે સક્રિય કેસ ૧૬,૩પ૪ થઈ ગયા છે. શુક્રવારે ભારતમાં કોરોનાના ૩,૦૯પ કેસ સામે આવ્યા હતાં. તાજેતરમાં સંક્રમણના કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૪૭ કરોડ થઈ ગયા છે.
અપડેટ કરાયેલા આંકડાઓ સાથે ૯ મૃત્યુ ઉમેરાતા મૃત્યુની સંખ્યા હવે વધીને પ,૩૦,૮૭૬ થઈ ગઈ છે. માહિતી અનુસાર દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં ર-ર, ગુજરાતમાં ૧ અને કેરળમાં ર લોકો કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા હતાં.
જો કુલ કેસ સાથે તુલના કરવામાં આવે તો એક્ટિવ કેસ માત્ર ૦.૦૪ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૭ ટકા થઈ ગયો છે, જ્યારે દરરોજનો પોઝિટિવિટી રેટ ર.૦૯ ટકા અને અઠવાડિક પોઝિટિવિટી રેટ ર.૦૩ ટકા નોંધાયો છે. સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને ૪,૪૧,૭૧,પપ૧ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag