Advertisement
Author: નોબત સમાચાર

કોમર્શિયલ એલપીજીનો બાટલો રૃા. ૯ર જેટલો સસ્તો થયોઃ ઘરેલુ બાટલો યથાવત્

નાણાકીય વર્ષના પ્રારંભે જ રાહતના સમાચારઃ

નવી દિલ્હી તા. ૧ઃ નવા નાણાકીય વર્ષની શરૃઆતમાં સારા સમાચાર આવ્યા છે. કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવમાં રૃા. ૯ર સુધીની રાહત જાહેર થઈ છે, જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી, પંતુ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી નવું નાણાકીય વર્ષ શરૃ થયું છે. આ નવા નાણાકીય વર્ષમાં જ સામાન્ય માણસને રાહત આપતા સમાચાર આવ્યા છે. આજે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે, જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી, પણ કોમર્શિયલ સિલિન્ડરમાં કરામાં આવ્યો છે. આજે કોમર્શિયલ સિલિન્ડરમાં રૃપિયા ૯ર જેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામા આવ્યો છે.

આજે દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજીનો બાટલો લગભગ ૯ર રૃપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. એલપીજીના દરમાં આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને આપવામાં આવી છે. ૧૪.ર કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા મહિને ૧ માર્ચના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩પ૦ રૃપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં ૮ મહિના પછી પ૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતાં દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત ર,૦ર૮ રૃપિયા થશે. પેટ્રોલિયમ કંપનીઓ દર નવા મહિનાની પહેલી તારીખે એલપીજી, એટીએફ, કેરોસીન-તેલ વગેરેની કિંમતોની સમીક્ષા કરે છે અને તેના ભાવમાં ફેરફાર કરે છે.

જામનગરમાં કોમર્શિયલ ગેસનો બાટલો રૃા. ર૦૩૮.પ૦ નો થયો

ભારત સરકારની ઓઈલ કંપનીઓ દ્વારા આજે કોમર્શિયલ ગેસના બાટલામાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે જાહેર કરેલા ભાવ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે. જામનગરમાં ૧૯ કિલો વજનના કોમર્શિયલ બાટલાનો ભાવ રૃા. ર૧ર૩ નો હતો તેમાં રૃા. ૮૭.પ૦ નો ઘટાડો થતાં નવો ભાવ રૃા. ર૦૩૮.પ૦ નો થયો છે. આજથી નવા ભાવો અમલમાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh