Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીસી સંસ્થા દ્વારા આવતીકાલે
જામનગર તા. ૧ઃ તાજેતરમાં આવી રહેલી ધોરણ ૧૦ પાસ અને ધોરણ ૧ર પાસ ઉપરની અનેક સરકારી નોકરીની ભરતીઓ અંગે અનેક યુવાનોએ ફોર્મ ભરેલા છે, અથવા હવે ભરશે. હમણાં જ ધોરણ ૧૦ તથા ૧ર ની પરીક્ષા પૂરી થઈ છે. તેઓ પણ વિવિધ કારકિર્દી અંગે વિચારતા હોય અથવા સરકારી નોકરી અંગે સપનું જોયું હોય છે. સરકારી નોકરી અંગેની પરીક્ષાઓમાં સચોટ માર્ગદર્શન અને સ્માર્ટ વર્ક જ કામ આવતું હોય છે. જો અત્યારથી જ વિદ્યાર્થીઓ આ અંગે સરસ પ્લાનિંગ અને વ્યવસ્થિત આયોજન કરે, વળી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો જરૃર પોતાની સુંદર કારકિર્દી બનાવી શકે છે.
આ તમામ બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન હેતુ એન.ડી.સી. સંસ્થા દ્વારા નિઃશૂલ્ક સેમિનારનું આયોજન આ રવિવારે એટલે કે ર એપ્રિલ ર૦ર૩ ના સવારે ૧૧ થી ૧ર અને ૧ર થી ૧ સુધી એનડીસી ફ્રી હેલ્પ સેન્ટર, એસબીઆઈ એટીએમ વાળી ગલી, ચેતક સર્વિસની બાજુમાં લાલ બંગલા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વિવિધ કરીઅર અને તે અંગેની તકો ઉપરાંત વિધ-વિધ સરકારી પરીક્ષાઓના સિલેબસ, ફ્રી મટીરીયલ્સ, તેમાં રહેલા ગુણાંકન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સામાન્ય રીતે ૧૦૦ ગુણની લેવાતી સરકારી નોકરી અંગેની પરીક્ષાઓમાં માત્ર એક જ કલાકનો સમય આપવામાં આવતો હોય છે. તેથી સ્પીડ કેમ કરી શકાય ? વિવિધ વિષયોને યાદ કેમ રાખી શકાય? આ ઉપરાંત અમુક ફ્રી વેબસાઈટ, ફ્રી મટીરીયલથી પણ કેમ કામ થઈ શકે ? આવી અને આના જેવી અનેક બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓના કરીઅર અંગેની અન્ય મૂંઝવણ અંગે પણ માર્ગદર્શન આ નિઃશૂલ્ક સેમિનારમાં કરીઅર એક્ષપર્ટ દ્વારા આપવામાં આવશે. સેમિનારમાં જોડાવા રજીસ્ટ્રેશન કરવા માટે માત્ર સેમિનાર એવો વ્હોટસએપ મેસેજ મોબાઈલ નંબર ૯૦૩૩પપ૭૭૯૯ ઉપર અચૂક કરવો. આ ફ્રી સેમિનારમાં ધોરણ ૧૦ પાસ કે તેથી ઉપર ભણેલા કોઈપણ ભાઈઓ-બહેનો જોડાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag