Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાગામ ઘેડમાં કેટરીંગના કામ બાબતે જામી પડીઃ
જામનગર તા.૧ ઃ જામનગરની સાધનાકોલોનીમાં ગુરૃવારે એક વણિક પ્રૌઢને એક શખ્સે તારા પુત્રને સમજાવી દેજે તેમ કહી સેન્ટીંગનો ધોકો ફટકારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે નવાગામ ઘેડમાં ગુરૃવારની રાત્રે એક યુવાનને બે શખ્સે માર મારી છરી હુલાવી હતી. પોલીસે હુમલાખોરોની ધરપકડ માટે તજવીજ શરૃ કરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એમ/૮ બ્લોકમાં વસવાટ કરતા પરેશ ધર્મેન્દ્રભાઈ મહેતા નામના સત્તાવન વર્ષના પ્રૌઢને ગુરૃવારે નાસ્તાની રેંકડી પાસે સાધના કોલોનીમાં જ રહેતા પુનીત ઉર્ફે બાડા બિપીનભાઈ દાણીધારીયા નામના શખ્સે ગાળો ભાંડી હતી.
બુધવારે પરેશના પુત્ર હર્ષને રોહિત સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી પરેશ મહેતા જ્યારે નાસ્તો કરતો હતો ત્યારે ત્યાં ધસી આવેલા પુનીતે તારા પુત્રને સમજાવી દેજે તેમ કહી ઝઘડો શરૃ કર્યા પછી બાજુમાં પડેલા સેન્ટીંગના ચોકાનો ધોકો ઉપાડી હુમલો કર્યાે હતો. પરેશને વાસામાં ધોકો ફટકારવામાં આવતા તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઈ ગયું છે. આ બાબતની સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના નવાગામ ઘેડમાં રહેતા જયેશ સુરેશભાઈ મકવાણા ગુરૃવારે રાત્રે મીલવાળી શેરીમાં બેઠા હતા ત્યારે ત્યાં આવી ચડેલા ગૌરવ હરસુખભાઈ વાઘેલા અને તેના ભાઈ નવનીતે તંુ બોલાચાલી કેમ કરતો હતો તેમ કહી ઝઘડો શરૃ કર્યાે હતો. જયેશે કેટરર્સનું કામ કરતા નવીનભાઈને મને કામ પર ન આવવા દેવો તેમ તમે લોકોએ કહ્યું હતું તેમ કહેતા ઉશ્કેરાયેલા ગૌરવ અને નવનીતે ગાળો ભાંડ્યા પછી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ગૌરવે પોતાની પાસે રહેલી છરી વાસામાં હુલાવી દીધી હતી. સારવારમાં ખસેડાયેલા જયેશ મકવાણાએ સિટી-બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag