Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧ ઃ જામનગરની ડીફેન્સ કોલોનીવાળા રોડ પરથી સવા બે મહિના પહેલા ચાલીને જતાં એક પરપ્રાંતિય પ્રૌઢને પાછળથી ધસી આવેલા મોટરસાયકલે ઠોકર મારી હતી. હેમરેજ સહિતની ઈજા પામેલા આ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. બાઈકના ચાલક સામે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં મકાન ભાડે રાખીને રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના જગદીશપુર ગામના વતની સુધીરકુમાર કૈલાશ ઝા નામના યુવાનના પિતા કૈલાશ ઝા ગઈ તા.૧૪ જાન્યુઆરીની સાંજે જામનગરમાં ડીફેન્સ કોલોની તરફ જતાં રોડ પરથી પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-ડીબી ૬૪૩૩ નંબરના બાઈકે પાછળથી ઠોકર મારી હતી.
ફંગોળાઈને રોડ પર પછડાયેલા આ પ્રૌઢને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવેલા કૈલાશ ઝાનું મૃત્યુ નિપજ્યું છે. સુધીરકુમારે બાઈકના ચાલક અને દિગ્વિજય પ્લોટની શેરી નં.૫૮માં રહેતા વિમલ રામજીભાઈ મંગે સામે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag