Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૧૦૯ આઈએએસ અધિકારીઓ બદલાયાઃ
જામનગર તા. ૧ઃ રાજ્યમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ૧૦૯ આઈએએસ અધિકારીની બદલીના આદેશ થયા છે. તેમાં હાલારના બન્ને જિલ્લા કલેક્ટર અને જામનગરના જિલ્લા વિકાસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
પોણાબે વર્ષ પહેલા દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે નિમાયેલા એમ.એ. પંડ્યાની બદલી ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનર તરીકે કરવામાં આવી છે. તેમની કામગીરી સારી રહેવા પામી છે. તાજેતરમાં બેટદ્વારકા અને હર્ષદમાં ડીમોલીશન કરાયું હતું તેની પણ પ્રશંસા થઈ રહી છે તેમજ નેશનલ હાઈ-વે અને દ્વારકાના મંદિર વિકાસમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તરીકે પોરબંદરના કલેક્ટર અશોક શર્માને મૂકવામાં આવ્યા છે. તેઓએ અગાઉ સોમનાથ મંદિરમાં વહીવટદાર તરીકે સેવા આપી છે. આમ સોમનાથપુરી, સુદામાપુરી અને હવે દ્વારકાપુરીમાં તેમની નિમણૂક થઈ છે. અત્યંત પ્રામાણિક તથા કડક અમલવારીની છાપ ધરાવતા અશોક શર્માએ તેમની જીએએસની નાયબ કલેક્ટર તરીકેની શરૃઆતની તાલીમ ખંભાળિયાથી શરૃ કરી હતી.
જામનગર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની ડીસ્પોઝલ ઓફ ઈન્ડ એન્ડ માઈન્સના એમડી તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને બોટાદના કલેક્ટર બી.એ. શાહને મૂકવામાં આવ્યા છે. બી.એ. શાહ ર૦૦૯ ની બેચના આઈએએસ અધિકારી છે. તેવો અગાઉ ગુજ. એનર્જી ડેવલોપમેન્ટમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
જામનગરના જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલની અર્બન ડેવ. અને અર્બન હાઉસીંગમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં નાયબ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હેલ્પ એન્ડ ફેમીલી વેલ્ફેર વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વિકલ્પ ભારદ્વાજને મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag