Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ પંચાયતનું રેકર્ડ ઝીણવટપૂર્વક ચકાસ્યુ
જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે બાલાચડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ પંચાયત રેકર્ડની ચકાસણી કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા તેમજ ગ્રામ પંચાયતના કાર્યભારની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના રોજગારી, રોડ રસ્તા, તળાવ સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, કલેક્ટરે ગ્રામ પંચાયતના રેકર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરી હતી. જેમાં ઈ-કેવાયસી, આયુષ્માન કાર્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ, વેરા વસુલાતની કામગીરી, જન્મ મરણ તથા અન્ય દસ્તાવેજ નોંધણી અને ગ્રામ પંચાયતના વિવિધ રજીસ્ટરોની કામગીરી તપાસી હતી. જ્યાં જરૂર જણાઈ ત્યાં તેમણે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર સાથે આ તકે ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, જોડિયા મામલતદાર ગોહિલ, સરપંચ, તલાટી મંત્રી વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial