Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાંથી બ્લડ સેમ્પલ મેળવાશેઃ એનઆઈએનની ટીમ પણ જોડાઈ
ખંભાળિયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર્ટિફાઈડ ચોખા ખોરાકમાં લેવાથી આરોગ્ય પર થતા પ્રભાવના મૂલ્યાંકન અંગે અભ્યાસ માટે આઈસીએમઆર અને એનઆઈએનની ટીમો દ્વારકા જિલ્લામાં બ્લડ સેમ્પલ એકત્ર કરવા પહોંચી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર્ટિફાઇડ ચોખાના મૂલ્યાંકન માટે ઈન્ડિયન કાઉન્સીલ રિસર્ચ- નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રીશન (આઈસીએમઆર- એનઆઈએન) હૈદરાબાદની ટીમ પહોંચી છે.
આ ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં તા.૨૮-૫ના સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૫, તા.૨૯-૦૫-૨ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૭, તા.૩૦-૦૫ ગોઇંજ, તા.૩૧-૦૫- કાઠી દેવળીયા, તા.૦૧-૦૬ મોવાણ, તા.૦૨-૦૬ વડત્રા, તા.૦૩-૦૬ ધરમપુર, તા.૦૪-૦૬ ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નં.૦૧ તથા તા.૧૯-૦૬ હંસ્થળ તેમજ દ્વારકા તાલુકામાં તા.૦૫-૦૬ ઓખા નગરપાલિકાના વોર્ડ નં.૦૮ અને તા.૦૬-૦૬ ગોરીયારી. ઉપરાંત ભાણવડ તાલુકામાં તા.૦૭-૦૬ રોઝડા, તા. ૦૮-૦૬ ગડુ, તા.૦૯-૦૬ સઇ દેવળીયા, તા.૧૦-૦૬ રાણપર, તા. ૧૧ ભાણવડ નગર પાલિકાના વોર્ડ નં.૦૨, તા. ૧૨-૦૬ પાછતરડીમાં તેમજ કલ્યાણપુર તાલુકામાં તા. ૧૩-૦૬ વિરપુર લુસારી, તા. ૧૪-૦૬ના ભાટવડીયા, તા. ૧૫-૦૬ના દેવળીયા, તા. ૧૬-૦૬ ના રાવલ નગર પાલિકાના વોર્ડ નં.૦૪, તા. ૧૭-૦૬ ના રાવલ નગર પાલિકાના વોર્ડ નં.૦૫ અને તા. ૧૮-૦૬ના મેઘપર ટીટોડી જેવા ગામોમાં નાગરિકો દ્વારા ફોર્ટિફાઇડ ચોખા ખોરાકમાં લેવાથી તેના આરોગ્ય પર થતા પ્રભાવના મૂલ્યાંકન અભ્યાસ માટે બ્લડ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તો
ઉપરોક્ત જિલ્લાના ગામોમાં આઈસીએમઆર-એનઆઈએન હૈદરાબાદની ટીમને સહયોગ આપવા જિલ્લા પુરવઠા અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial