Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના તમામ વોર્ડમાંથી કચરો એકત્ર કરવાની દરખાસ્ત રીટેન્ડર કરવા નિર્ણય
જામનગર તા. ૨૯: જામનગરમાં નગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસકામ માટે કુલ રૂપિયા ૧૯૦ કરોડ ૬૦ લાખના ખર્ચોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાર્બેજ કલેકશનના કામ માટે ફરીથી ટેન્ડર મંગાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજૂ થતા તેને મંજૂર કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ આજે તા. ૨૯-૦૫-૨૦૨૫ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૯ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશનર (વ.) ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
શહેરના જુદા-જુદા વોર્ડમાં શ્વાનોનું ખસીકરણ (વ્યંધીકરણ) તથા રસીકરણ કરવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૪૦૯ લાખનું ખર્ચ, ઈન્દીરા માર્ગ મહાલક્ષ્મી બંગ્લોથી નાઘેડી બાયપાસ થઈ પ્રણામી ટાઉનશીપ-૫ હોટલ કીચાન એજ સુધીની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ લાઈન બનાવવાના કામ અંગે રૂ. ૬૭૭.૫૩ લાખ, એરફોર્સ -૨થી દિગ્મામ સર્કલ વાયા ઋષિબંગ્લો, સત્યમ કોલોની અન્ડર બિજ, ૧૪૦૪ આવાસ, શિવમ પાર્ક, દિજામ સર્કલ ક્રોસીંગ સુધીની બોકસ કેનાલ અને તેને સમાંતર સીવરેજ ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂ. ૧૫૮૩.૮૮ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન વોર્ડ નં. ૧ થી ૮માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૧૭.૫૦ લાખ અને વોર્ડ નં. ૯થી ૧૬માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવાના કામ અંગે પણ રૂ. ૧૭.૫૦ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૫) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૧૮ લાખ , વર્ષે ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે રૂ. ૧૭.૫૦ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટ અંતર્ગત વર્ષે ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટ અંતર્ગત વર્ષે ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭)માં સ્ટ્રેન્યુનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ અંગે રૂ. ૫ લાખ, વર્ષે ૨૦૨૫-૨૬ દરમ્યાન સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪ ) માં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ અંગે રૂ. પ લાખ, આઉટ ગ્રોથ એરીયા ના વોર્ડ નં. ૧૯ અને વોર્ડ નં. ૧૨ માં કિર્તીપાનથી વાયા હર્ષદમીલની ચાલી થઈ ઘાંચી ની ખડકી સુધી ના અધુરા ડી.પી. રોડ માં સી.સી. રોડના કામ અંગે રૂ. ૭૪.૯૫ લાખ, વોર્ડ નં. ૧૬, કિર્તીપાન થી સરદાર પાર્કથી વૃંદાવન પાર્ક બોક્સ કેનાલ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૭૬.૬૪ લાખ, વોર્ડ નં. ૧૯, હરીધામ વાળો મેઈન રોડ સી.સી. રોડ ના કામ અંગે રૂ. ૬૭.૭૪ લાખ, વોર્ડ નં. ૧૫, દિ. પ્લોટ ૪૯, રામનગરથી જકાતનાકા સર્કલ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૩૧.૦૭ લાખ ના.ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૧૬, મંગલધામ કનૈયા પાર્ક થી મંગલધામના છેડા સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૭.૦૩ લાખ, પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સંપ - ૨ તથા શંકર ટેકરી ઈએસઆરમાં સોલાર ટોપ ફોટો વોલ્ટેઈક પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલેશન વર્ક (પાંચ વર્ષ મેઈન્ટેનન્સ સહિત) અંગે રૂ. ૩૮૬.૨૪ લાખ, વર્ષ ૨૦૨૫-૨૬માં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રસંગે ટેમ્પર૨ી લાઈટીંગ ડેકોરેશન અને આનુસંગિક વ્યવસ્થાના કામ માટે રૂ. ૨૯.૫૦ લાખ, સને ૨૦૨૫-૨૬ માં વોર્ડ નંબર ૯ થી ૧૬ ના તમામ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના પોલ ઈરેશન, પોલ શિફ્ટીંગ વર્ક તથા સેન્ટ્રલ લાઈટીંગ મેઈન્ટેનન્સ તેમજ આનુસંગિક વર્ક ના (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) કામ અંગે રૂ. ૧૧.૮૦ લાખ., સને ૨૦૨૫-૨૬ માં સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સ કામગીરી માટે ટાવર લેડર માઉન્ટેડ વાહન ભાડે રાખવા અંગે (વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ) રૂ. ૫૦.૭૪ લાખ, જામનગર શહેરમાં નવનિર્મિત ૩ (ત્રણ) શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનું ૩ (ત્રણ) વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામ અંગે રૂ. ૨૪૭.૮૪ લાખ, જામનગર શહેરના સમર્પણ સર્કલ જંકશન પર ફલાયઓવર બ્રીજ બનાવવાના કામ અન્વયે રૂ. ૫૨૫૭.૫૧ લાખ (ફોર લેન).અને જામનગર શહેરના ઠેબા બાયપાસ જંક્શન પર સિકસ લેન ફ્લાયઓવર બ્રીજ બનાવવાના કામ અંગે રૂ. ૮૯૧૨.૦૬ લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
જામનગર શહેરના ઢીચડા રીંગ રોડ પર મયુર વાટિકા સામે રે. સ. નં. ૧૭૫ વાળી જગ્યામાં શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (યુ.સી.એચ.સી.) બનાવવાના કામ માટે રૂ. ૧૧૮.૯૪ લાખ , ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઓલ ફાઉન્ટેન્સ ઓફ રણમલ લેઇક એન્ડ ઇટ્સ સરાઉન્ડીંગ ત્રણ વર્ષ માટે રૂ. ૭.૬૬ લાખ , રણમલ લેઈક ગેઈટ નં. ૯ થી ન્યુ સ્કુલ સુધીની જુની ડેમેજ થયેલ કેનાલને ડીમોલીશન કરી રીકન્સ્ટ્રકશન કરવાના કામ અંગે રૂ. ૧૮૮.૨૨ લાખનો ખર્ચ માન્ય રાખવામાં આવ્યો હતો.
ધારાસભ્ય / મ્યુનિ. સભ્યની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારીની સ્કીમ અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ભુગર્ભ ગટર / પાઈપ ગટર બનાવવાના કામ અંગે રૂ. ૩૨.૭૨ લાખ , જામનગર શહેર ભુગર્ભ ગટર શાખા હસ્તક નોર્થ ઝોન (વોર્ડ નં. ૧, ૨, ૩, ૪, ૫) અને વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬, ૭, ૮) માં ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાયેલ ન હોય તેવી મિલ્કતોના ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાણ કરવાના કામ અંગે રૂ. ૯૯.૧૪ લાખ , જામનગર શહેર ભુગર્ભ ગટર શાખા હસ્તક ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧૨) અને સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬) માં ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાયેલ ન હોય તેવી મિલ્કતોના ભુગર્ભ ગટર નેટવર્ક સાથે જોડાણ કરવાના કામ અંગે રૂ. ૯૯.૧૪ લાખ.,
શહેરની ભુગર્ભ બોકસ ગટરની સફાઈ કામગીરી માટે પાવર બકેટ મશીન દ્વારા સફાઈ કરવાના કામ અંગે રૂ. ૨૪.૩૧ લાખ, સમર્પણ ઈ.એસ.આર. ખાતે હૈયાત ડેમેજ સમ્પ, પમ્પ રૂમ, પેનલ રૂમ, ડીસમેન્ટલ કરીને નવો ૩૩ લાખ લીટર કેપેસીટીનો સમ્પ, પમ્પ હાઉસ, સ્ટોર રૂમ, કલોરીન રૂમ, પમ્પીંગ મશીનરી, ઈલેકિટ્રકલ ઈકિવપમેન્ટ, પાઈપ લાઈન તેમજ હૈયાત ઈ.એસ.આર.ને કલર કરવાનું તથા આનુસંગિક કામો અન્વયે રૂ. ૩૯૮.૪૮ લાખ, જામનગર શહેરના ઝોન-૨ વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાનું કામ અંગે રૂ. ૧૯.૪૯ લાખ, જામનગર શહેરના ઝોન - ૧ વિસ્તારમાં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાનું કામ અંગે રૂ. ૧૯.૩૭ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તકના મેલેરિયા વિભાગની વિવિધ કામગીરી સબબ આઉટ સોર્સિંગ એજન્સી મારફત ટાટા એસ ગોલ્ડ વાહન ૨ સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૯.૨૩ લાખ મંજુર કરવા આવ્યા છે.
આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફ્ટ આધારીત ગાર્બેજ કલેક્શનનું કામ, રીયુઝ ટ્રાન્સફર સ્ટેશનનું કેપીટલ કોસ્ટ તથા ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનું કામ, એમ.આર.એફ.ના માત્ર ઓપરેશનનું કામ (ઝોન-૧) (વોર્ડ નં. ૧ થી ૮) તથા ઝોન-૨ (વોર્ડ નં. ૯ થી ૧૬) ની. દરખાસ્ત રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામો માટે કુલ રૂ. ૧૯૦ કરોડ ૬૦ લાખ બહાલી આપવામાં આવી હતી.
રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ હવે લોકો કરી રહ્યા છે. ધુમ્મસના કારણે વાહનોની ગતિ ધીમી દેખાઇ રહી છે. અકસ્માતો થવાના બનાવો ધુમ્મસની સ્થિતિમાં વધારે હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial